'ભાજપના સ્પીકર બનશે તો જેડીયુ-ટીડીપી..' ઉદ્ધવ જૂથના નેતાએ NDAના સાથી પક્ષોને ચેતવ્યાં
Shiv Sena MP Sanjay Raut on Lok Sabha Speaker: મોદી સરકાર 3.0ના શપથ બાદ 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂને આયોજિત કરશે. ત્યારબાદ સાંસદો શપથ લેશે. દરમિયાન લોકસભા અધ્યક્ષની ચૂંટણીને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. જેની વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ સ્પીકર પદને લઈને મોટું નિવેદન આપ્યું છે.
શું બોલ્યાં સંજય રાઉત
રાઉતે કહ્યું કે એનડીએના સાથી પક્ષો લોકસભા અધ્યક્ષ પદની માંગ કરી રહ્યા છે પરંતુ જો એનડીએમાંથી કોઈ અધ્યક્ષ નહીં બને તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ ટીડીપી અને જેડીયુને તોડી નાખશે. તેમણે ચેતવણી આપતાં કહ્યું કે લોકસભા અધ્યક્ષનું જો પદ ભાજપને મળશે તો તે એનડીએના સહયોગી પક્ષો માટે જોખમી સાબિત થશે.
મહારાષ્ટ્ર વિધાનસભાનું ઉદાહરણ આપ્યું
મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષનું ઉદાહરણ આપતા સંજય રાઉતે કહ્યું કે લોકસભા અધ્યક્ષનું પદ મહત્વપૂર્ણ હોય છે. મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર ભાજપના એજન્ટ છે, તેમણે કાયદાની અવગણના કરી શિવસેનાના ભાગલા પાડી દીધા. જો વિધાનસભામાં પક્ષો વિભાજિત થઈ જાય વિધાનસભા અધ્યક્ષે નિર્ણય સંભળાવી દીધો. તેવી જ રીતે જો ભાજપના લોકસભા સ્પીકર બનશે તો અહીં પણ આવું જ થશે.
આ સરકાર ટીડીપી-જેડીયુ પર ટકેલી છે
શિવસેનાના સાંસદ અહીં જ ન અટક્યાં. રાઉતે કહ્યું કે, 'જેનું ખાઓ તેને જ મારી નાખો એવી ભાજપની પરંપરા છે'. હાલમાં એનડીએ સરકાર ટીડીપી અને જેડીયુ પર ટકેલી છે. આ મોદી સરકાર નથી. તેથી ભાજપના અધ્યક્ષ બનતાની સાથે જ આ લોકો પાસવાન, નાયડુ અને નીતિશની પાર્ટીમાં તોડફોડ મચાવશે. હવે અમે લોકસભામાં પણ અમારી તાકાત બતાવીશું. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વિપક્ષ પણ લોકસભામાં અધ્યક્ષની ચૂંટણી લડી શકે છે. જો ટીડીપીના ઉમેદવારને એનડીએમાં ઉતારવામાં આવશે તો I.N.D.I.A. ગઠબંધન તેને સમર્થન આપવાનું વિચારશે.