Get The App

દિલ્હી પરિવર્તનનું શહેર છે, જે આજે સત્તામાં છે તે પણ ગુજરાત પાછા ફરશે, રાઉતનો આકરો કટાક્ષ

Updated: Feb 21st, 2025


Google NewsGoogle News
દિલ્હી પરિવર્તનનું શહેર છે, જે આજે સત્તામાં છે તે પણ ગુજરાત પાછા ફરશે, રાઉતનો આકરો કટાક્ષ 1 - image


Image Source: Twitter

Sanjay Raut: ઉદ્ધવ ઠાકરે સેનાના નેતા સંજય રાઉતે પીએમ નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના આકરો કટાક્ષ કર્યો છે. તેમણે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, 'દિલ્હીમાં તો બહારના લોકો આવે છે, રાજ કરે છે અને ચાલ્યા જાય છે. જો કોઈ વ્યક્તિ સ્થાયી રૂપે અહીં વસવાના ઈરાદાથી આવે તો તે આવું ન કરી શકે. આ પરિવર્તનનું શહેર છે.  બહારના લોકો અહીં આવે છે, શાસન કરે છે અને પરત ફરી જાય છે. જે લોકો આ દિલ્હીની સત્તા પર છે, તેમણે પણ પાછા ફરવું પડશે. કેટલાક લોકો રાજસ્થાન પરત ફરી ગયા છે અને કેટલાક લોકો મહારાષ્ટ્ર પરત ફર્યા છે. હવે આજે જે સત્તામાં છે તે પણ ગુજરાત પાછા ફરશે.'

સંજય રાઉતે શરદ પવારના વખાણ કર્યા

સંજય રાઉતે આ દરમિયાન શરદ પવારના ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે, 'તેઓ એવા નેતા છે જેમને મહારાષ્ટ્રના લોકો દિલ્હીમાં જોવા માગે છે. નિલેશ કુમાર કુલકર્ણી દ્વારા લખાયેલ પુસ્તક 'સંસદ તે સેંટ્રા વિસ્ટા' (સંસદ સે સેંટ્રા વિસ્ટા તક)ના વિમોચન દરમિયાન રાઉતે કહ્યું કે, શરદ પવાર અમારા વિરોધી નથી. તેઓ ક્યારેય અમારા દુશ્મન નથી રહ્યા. તેઓ અમારા માર્ગદર્શક અને અમારા નેતા છે. તેઓ અમારા મહાદજી શિંદે છે.' રાઉતે આગળ કહ્યું કે, 'મરાઠા સામ્રાજ્યના સેનાપતિ દિલ્હીમાં 'કિંગમેકર' હતા અને તેમણે બે વખત વિજય પ્રાપ્ત કર્યા બાદ અહીં શાસકોને નિયુક્ત કર્યા. જો કોઈ વ્યક્તિ સ્થાયી રૂપે અહીં વસવાના ઈરાદાથી આવે તો તે આવું ન કરી શકે. વિશ્વાસઘાત અને ષડયંત્ર દિલ્હીમાં જીવનનો અભિન્ન અંગ છે.'

આ પણ વાંચો: 3 બ્રાહ્મણ, 2 વૈશ્ય અને 2 ક્ષત્રિય... મુખ્યમંત્રી માટે ભાજપના સામાજિક-જાતીય સમીકરણ સમજો

એકનાથ શિંદેના સન્માન પર ઉદ્ધવ સેવના ભડકી ગઈ હતી

સંજય રાઉત દ્વારા શરદ પવારના વખાણ કરવા એ રસપ્રદ છે. એનું કારણ એ છે કે, થોડા દિવસ પહેલા જ શરદ પવારે એકનાથ શિંદેનું સન્માન કર્યું હતું. તેના પર ઉદ્ધવ સેવના ભડકી ગઈ હતી. આ દરમિયાન સંજય રાઉતે ખુદ એવું કહ્યું હતું કે, બધાને ખબર જ છે કે આવા પુરસ્કારો કેવી રીતે ખરીદીને વેચવામાં આવે છે. હવે તેના થોડા દિવસો બાદ જ સંજય રાઉતે શરદ પવારની પ્રશંસા કરી છે. શિંદેને થોડા દિવસ પહેલા જ પૂણેમાં મહાદજી શિંદે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિંદે 2022માં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી મહારાષ્ટ્ર સરકારને પાડીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ શિવસેનામાં મોટું ભંગાણ પાડીને સીએમ બની ગયા હતા. 


Google NewsGoogle News