Get The App

કંઈક તો ગરબડ છે, પ્રજા ગદ્દારોને કેવી રીતે સ્વીકારી શકે?, મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો મુદ્દે સંજય રાઉતની પ્રતિક્રિયા

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
કંઈક તો ગરબડ છે, પ્રજા ગદ્દારોને કેવી રીતે સ્વીકારી શકે?, મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો મુદ્દે સંજય રાઉતની પ્રતિક્રિયા 1 - image


Maharashtra Assembly Election Results 2024: મહારાષ્ટ્રની 288 બેઠક પર ભાજપ ગઠબંધનને 210 બેઠક મળ્યાના વલણો પછી ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે આક્રમક પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોમાં કંઈક તો ગરબડ છે. એકનાથ શિંદના તમામ ઉમેદવારો કેવી રીતે જીતી શકે. 

લોકો ગદ્દારી કેવી રીતે સ્વીકારી શકે છે? આ કંઈ પ્રજાનો ફેંસલો હોય એવું લાગતું નથી. આ લોકોએ આખી મશીનરી જ કબજે કરી લીધી છે. 



શિંદે કઈ રીતે જીતી શકે?: સંજય રાઉત 

સંજય રાઉતે કહ્યું છે, કે 'મહારાષ્ટ્રમાં શિંદે અને અજિત પવારની જીત થાય, આ કઈ રીતે સંભવ છે? હું તમને કહું છું કે કઈક તો ગરબડ છે. મહારાષ્ટ્રની જનતા દગાખોરી કરતાં નેતાઓને કઈ રીતે મત આપી શકે છે? હું આ પરિણામ માનવા તૈયાર જ નથી.' 

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે આયોજિત વિધાનસભા ચૂંટણીમાં 288 બેઠકો પર 65%થી વધુ મતદાન થયું હતું. મહારાષ્ટ્રના ચૂંટણી વલણો પ્રમાણે ભાજપની આગેવાની ધરાવતી મહાયુતિને 210 બહુમતી મળી ગઈ છે. ભાજપ અને સાથી પક્ષો 200 બેઠકની જીતનો આંકડો પાર કરી લીધો છે. મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધન મહાયુતિમાં સામેલ ભાજપે 149 બેઠકો પર, એકનાથ શિંદેની શિવસેનાએ 81 બેઠક પર અને અજિત પવારના નેતૃત્વ ધરાવતી એનસીપી 59 બેઠકો પર ચૂંટણી લડી હતી. બીજી તરફ એમવીએમાં સામેલ કોંગ્રેસે 101 બેઠકો પર, શિવસેના (યુબીટી)એ 95 અને એનસીપી (શરદ પવાર)એ 86 બેઠકો પર ચૂંટણી લડી હતી. 


Google NewsGoogle News