ઉદ્ધવ અને ભાજપ વચ્ચે સમાધાન થશે? સંજય રાઉતના નિવેદનથી મહારાષ્ટ્રની રાજનીતિમાં નવી ચર્ચા શરૂ
Sanjay Raut On Uddhav Thackeray-Devendra Fadnavis : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને લઈને કહ્યું હતું કે, 'તે કોઈ શત્રુ નથી'. જ્યારે હવે શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે પણ નરમ અંદાજે અપનાવ્યો છે. રાઉતે આજે શનિવારે ભાજપની સાથે ભવિષ્યમાં ગઠબંધનની સંભાવના સામે ઈનકાર કર્યો નથી.
'રાજનીતિમાં ભવિષ્યમાં કાઈપણ થઈ શકે છે'
મીડિયા અહેવાલ મુજબ, સંજય રાઉતે કહ્યું કે, 'રાજનીતિમાં કાઈપણ સંભવ છે. રાજનીતિમાં ન તો કાયમી દોસ્ત હોય છે અને નહી તો કાયમી દુશ્મન.' તેમણે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનું ઉદાહરણ આપતા કહ્યું કે, 'તેઓ ભાજપના શખત વિરોધી હતી અને હવે તેમણે ભાજપની સાથે છે. એટલા માટે રાજનીતિમાં ભવિષ્યમાં કાઈપણ થઈ શકે છે. '
ફડણવીસે શું કહ્યું હતું?
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક ઈન્ટરવ્યૂમાં રાજ ઠાકરે તેમજ ઉદ્ધવ ઠાકરેને પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, 'ઉદ્ધવ ઠાકરે પહેલા અમારા મિત્ર હતા. હવે રાજ ઠાકરે અમારા મિત્ર છે. ઉદ્ધવ ઠાકરે અમારા દુશ્મન નથી.'
ફડણવીસ કહ્યું કે, 'જો તમે 2019 થી 2024 સુધીની ઘટનાક્રમો જોઈએ તો મને અહેસાસ થયો છે કે ક્યારે પણ કઈ પણ કહેવું ન જોઈએ અને કાઈપણ થઈ શકે છે. ઉદ્ધવ ઠાકરે કોઈ અન્ય પાર્ટીમાં જતા રહે છે અને અજિત પવાર અમારી પાસે રહી જાય છે. રાજનીતિમાં કાઈપણ થઈ શકે છે. પરંતુ હું એવુ નથી કહી રહ્યો કે આવું પણ થાય.'
સંજય રાઉતે આજે શનિવારે કહ્યું કે, 'ભાજપ અને શિવસેના 25 વર્ષો સુધી સાથે રહી. ફડણવીસના રાજનીતિમાં આવ્યા પહેલાથી શિવસેના અને ભાજપ મિત્ર હતા. શિવસેના ભાજપની સૌથી ભરોષાપાત્ર સહયોગી હતી. પરંતુ ભાજપે અમને નકાર્યા... તેમ છતા પણ હું વિચારુ છું કે રાજનીતિમાં કાઈપણ સંભવ છે.'