'ચૂંટણી પંચ ગોટાળા કરે છે...' ઉદ્ધવ સેનાના ગંભીર આરોપ, હરિયાણામાં હારથી કોંગ્રેસ પણ બગડી
Sanjay Raut On Haryana Elections: હરિયાણામાં ચૂંટણીની હાર બાદ કોંગ્રેસ તો ઈવીએમ પર આરોપ લગાવી જ રહી છે પરંતુ હવે અન્ય વિપક્ષી પાર્ટીઓ પણ આને લઈને પ્રહારો કરી રહી છે. આ બાબતે શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે કહ્યું, 'હવે કોણ જોશે કે રાહુલ ગાંધીએ કયા પુરાવા રજૂ કર્યા? ચૂંટણી પંચ ગોટાળા કરે છે. જનતાએ વિચારવું જોઈએ કે મહારાષ્ટ્રમાં કોણે શું કર્યું અને કોણ શું કરવા માંગે છે.'
સંજય રાઉતે ફરી ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા
સંજય રાઉત આ પહેલા પણ ઈવીએમ પર સવાલ ઉઠાવતા રહ્યા છે. કોંગ્રેસે ચૂંટણીમાં હાર માટે ઈવીએમને જવાબદાર ઠેરવ્યું છે અને આ માટે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરવાની પણ જાહેરાત કરી છે.
આ પણ વાંચો: '...તો ગઠબંધન તોડી લો', અખિલેશની સલાહથી જેડીયુ ભડકી, કહ્યું - તમારે આત્મમંથનની જરૂર
મહારાષ્ટ્રમાં નવેમ્બરમાં જ ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. જે બાબતે સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકાર પર વોટ જેહાદનો આરોપ લગાવતા કહ્યું હતું કે લાડલી બહેન યોજના શરુ કરવામાં આવી, આ સિવાય મદરેસા શિક્ષકોના પગાર વધારવામાં આવ્યા. તો શું આ વોટ જેહાદ નથી? અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે, પરંતુ શું કરવામાં આવે છે તે જનતા જાણે છે. જો આપણે પણ આ જ પગલું ભર્યું હોત તો વોટ જેહાદ આચરવામાં આવી હોવાનું કહેવાયું હોત. હવે તમે શું કહેશો?'