Get The App

57 દિવસથી ફરાર શાહજહાં શેખની ધરપકડ, સંદેશખાલી હિંસા, ED પર હુમલાનો મુખ્ય આરોપી

ED ટીમ પર હુમલા બાદ સંદેશખાલી ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે ત્યાંની મહિલાઓએ શાહજહાં શેખ પર જમીન હડપ કરવાનો અને તેના સાગરિતો પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
57 દિવસથી ફરાર શાહજહાં શેખની ધરપકડ, સંદેશખાલી હિંસા, ED પર હુમલાનો મુખ્ય આરોપી 1 - image


Sandeshkhali controversy : પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી TMC નેતા શાહજહાં શેખની આખરે 57 દિવસ બાદ ધરપકડ કરવામાં આવી છે. કોલકાતા હાઈકોર્ટના આદેશ પર બંગાળ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે ગઈકાલે રાત્રે સરબેરિયા વિસ્તારમાંથી શાહજહાંને ઝડપી લીધો હતો. તે પછી તેને સવારે લગભગ પાંચ વાગ્યે બસીરહાટના પોલીસ સ્ટેશને રજૂ કરાયો હતો. સૂત્રોનું માનીએ તો બંગાળ પોલીસ આજે જ તેને કોર્ટમાં રજૂ કરશે.

શાહજહાં શેખ એક શક્તિશાળી અને પ્રભાવશાળી નેતા 

શાહજહાં શેખ ટીએમસીના શક્તિશાળી અને પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાય છે. તેઓ સંદેશખાલી એકમના ટીએમસી પ્રમુખ પણ રહી ચૂક્યા છે. શાહજહાં શેખ પહેલીવાર ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે 5 જાન્યુઆરીએ EDની ટીમ બંગાળ રાશન વિતરણ કૌભાંડ કેસમાં શાહજહાંની પૂછપરછ કરવા આવી હતી ત્યારે તેના સાગરિતોએ ED ટીમ પર હુમલો કર્યો હતો. ત્યારથી ED સતત શાહજહાં શેખને પૂછપરછ માટે સમન્સ જારી કરી રહી હતી, પરંતુ ED ટીમ પર હુમલા બાદ શાહજહાં શેખ ફરાર હતો અને તેને ફરાર થયાને 57 દિવસ થઈ ગયા હતા. 

સંદેશખાલી ચર્ચામાં ક્યારે આવ્યું? 

ED ટીમ પર હુમલા બાદ સંદેશખાલી ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે ત્યાંની મહિલાઓએ શાહજહાં શેખ પર જમીન હડપ કરવાનો અને તેના સાગરિતો પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો. ડાબેરી અને ભાજપ પક્ષોએ આ મામલે મમતા સરકાર સામે જોરદાર પ્રહાર કર્યા હતા. સંદેશખાલીમાં કલમ 144 લગાવીને વિરોધ પક્ષના નેતાઓને ત્યાં જતા અટકાવવામાં આવ્યા હતા, જો કે ભાજપના નેતાઓએ આ મુદ્દો બંગાળથી લઈને દિલ્હી સુધી ઉઠાવ્યો હતો અને સંદેશખાલીના તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે મમતા સરકાર પર દબાણ કર્યું હતું. બંગાળ પોલીસે તેના સાગરિતોની ધરપકડ કરી હતી, પરંતુ પોલીસ શાહજહાં શેખ પર હાથ મૂકતા ડરતી હતી. કોલકાતા હાઈકોર્ટે શાહજહાંની ધરપકડનો આદેશ આપતાં પોલીસે કાર્યવાહી કરીને મોડી રાત્રે તેની ધરપકડ કરી હતી.

57 દિવસથી ફરાર શાહજહાં શેખની ધરપકડ, સંદેશખાલી હિંસા, ED પર હુમલાનો મુખ્ય આરોપી 2 - image


Google NewsGoogle News