પશ્ચિમ બંગાળ પોલીસે શાહજહાંને CBIને સોંપ્યો, કોર્ટની ડેડલાઈનના અઢી કલાક બાદ આપી કસ્ટડી
Sheikh Shahjahnan Handed Over to CBI : પશ્ચિમ બંગાળ પોલીસે બુધવારે સાંજે અંદાજિત પોણા સાત વાગ્યે સંદેશખાલીના મુખ્ય આરોપી શેખ શાહજહાંને CBIને સોંપી દીધા છે. કોલકાતા હાઈકોર્ટે બુધવારે સવા ચાર વાગ્યા સુધી શાહજહાંને CBIને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, પશ્ચિમ બંગાળ પોલીસે કોર્ટની ડેડલાઈનના અંદાજિત અઢી કલાક બાદ શાહજહાંની કસ્ટડી CBIને સોંપી.
કોલકાતા હાઈકોર્ટના નિર્દેશ અનુસાર, CBIની ટીમ બુધવારે સવા ચાર વાગ્યા પહેલા જ કોલકાતા સ્થિત પોલીસ હેડક્વાર્ટર પહોંચી ગઈ હતી. પશ્ચિમ બંગાળ પોલીસે શાહજહાંને CBIને સોંપતા પહેલા તેનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો. સંદેશખાલીના આરોપી શાહજહાંને મેડિકલ માટે SSKM હોસ્પિટલ લઈ જવાયો. મેડિકલ બાદ શાહજહાંને કોલકાતામાં ભવાની ભવન પોલીસ હેડક્વાર્ટર લઈ જવાયા, જ્યાંથી તેમને કસ્ટડી CBIને સોંપાઈ.
કોર્ટે બંગાળ પોલીસને મોકલી નોટિસ
આ પહેલા જ્યારે બંગાળ પોલીસે મંગળવારે શેખ શાહજહાંની કસ્ટડી CBIને નહોતી સોંપાઈ તો આ મામલે ફરીથી બુધવારે કોલકાતા હાઈકોર્ટ પહોંચી. કોલકાતા હાઈકોર્ટના જસ્ટિસ હરીશ ટંડન અને જસ્ટિસ હિરણ્યમય ભટ્ટાચાર્યની બેન્ચે કેસની સુનાવણી કરતા આ કોર્ટના આદેશનું અપમાન ગણાવ્યું. સાથે જ કોલકાતા હાઈકોર્ટે બંગાળ પોલીસને નોટિસ જાહેર કરતા 2 અઠવાડિયાની અંદર જવાબ આપવા માટે કહ્યું હતું. આ દરમિયાન હાઈકોર્ટે સંદેશખાલીના મુખ્ય આરોપી શેખ શાહજહાંની કસ્ટડી CBIને સોંપવા માટે બુધવાર સાંજે સવા ચાર વાગ્યે ડેડલાઈન રાખી હતી.
હાઈકોર્ટના ચુકાદા વિરૂદ્ધ મમતા સરકાર પહોંચી હતી સુપ્રીમ કોર્ટ
મંગળવારે કોલકાતા હાઈકોર્ટના આદેશને પડકરાતા રાજ્યના મમતા બેનર્જી સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ હતી. બુધવારે સુપ્રીમ કોર્ટે આ મામલે ટુંક સમયમાં જલ્દીથી સુનાવણીના માંગ કરાઈ તો જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે તેનાથી ઈન્કાર કરી દીધે. ત્યારબાદ આ નક્કી થઈ ગયું હતું કે બંગાળ પોલીસને બુધવાર સાંજ સુધી શેખ શાહજહાંને CBIને સોંપવો જ પડશે.