Get The App

સંદેશખાલીના દેખાવોમાં સામેલ થવા 70 મહિલાને પૈસા ચૂકવાયા હતા! ભાજપના કાર્યકરના જ દાવાથી હડકંપ

Updated: May 12th, 2024


Google NewsGoogle News
સંદેશખાલીના દેખાવોમાં સામેલ થવા 70 મહિલાને પૈસા ચૂકવાયા હતા! ભાજપના કાર્યકરના જ દાવાથી હડકંપ 1 - image

Sandeshkhali News : સંદેશખાલીમાં દેખાવો કરવા મહિલાઓને રૂપિયા આપ્યા હોવાની વાતનો કથિત વીડિયો સામે આવ્યા બાદ પશ્ચિમ બંગાળ (West Bengal)માં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહારો શરૂ થઈ ગયા છે. વીડિયોમાં દેખાતો એક ભાજપ કાર્યકર્તા પાર્ટીની ભૂમિકા અંગે મોટો દાવો કરતો જોવા મળી રહ્યો છે. બીજીતરફ આ મુદ્દે ભાજપ કહે છે કે, આ વીડિયોમાં છેડછાડ કરવામાં આવી છે. ટીએમસીએ કહ્યું કે, આ વીડિયોના કારણે ભાજપના ષડયંત્રની પોલ ખુલ્લી ગઈ છે.

પ્રદર્શનમાં ભાગ લેવા મહિલાએને રૂપિયા અપાયા

મીડિયા અહેવાલો મુજબ સંદેશખાલી કેસ સંબંધિત વીડિયોમાં ભાજપનો સ્થાનીક નેતા ગંગાધર કયાલ બોલી રહ્યો છે કે, ‘સ્થાનીક ટીએમસી નેતા શાહજહાં શેખ અને તેના સાથીઓ વિરુદ્ધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે 70થી વધુ મહિલાઓને બે હજાર રૂપિયા અપાયા હતા.’ જોકે આ વીડિયોની સત્યતા અંગે પૃષ્ટિ થઈ નથી.

ભાજપે વીડિયોને ફેક ગણાવ્યો

વીડિયોમાં BJP કાર્યકર્તા બોલી રહ્યો છે કે, ‘અમને 50 બૂથ માટે 2.5 લાખ રૂપિયાની રોકડની જરૂર પડશે, જ્યાં 30 ટકા પ્રદર્શન કરનારી મહિલાઓ હશે. આપણે અહીં SC-ST, OBC લોકોને સંતોષકારક ચૂકવણી કરીને તેમને ખુશ રાખવા પડશે. કોઈ પણ સંજોગોમાં મહિલાઓ જ હશો, જેઓ આગળ પોલીસ સાથે મુકાબલો કરી રહી છે.’વીડિયો સામે આવ્યા બાદ ભાજપ નેતા કાયલનો સંપર્ક કરાયો હતો બીજીતરફ ભાજપે આ વીડિયોને ફેક ગણાવ્યો છે.

ટીએમસીએ વીડિયો અંગે શું કહ્યું?

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રવક્તા રિજુ દત્તે કહ્યું કે, ‘સંદેશખાલી મામલે ભાજપની ખોટી કહાનીનું સત્ય સામે આવ્યું છે. ગત દિવસોમાં સંદેશખાલીમાં મહિલાઓના ઘણા કથિત વીડિયો સામે આવ્યા છે, જેને ટીએમસીએ શેર કર્યા છે.

જાણો શું છે મામલો?

ઉલ્લેખનીય છે કે, ભાજપ કાર્યકર્તા કાયલીનો ચોથી મેએ પ્રથમ વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે બોલી રહ્યો હતો કે, ટીએમસી નેતા સામે પ્રદર્શન કરવા પાછળ સુવેંદુ અધિકારી (Suvendu Adhikari)નો હાથ છે અને તેમના કહેવા પર જ વિરોધ કરવામાં આવ્યો હતો. બીજો વીડિયો તે મહિલાઓનો હતો, જેમણે અગાઉ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને દાવો કર્યો હતો કે, ભાજપ નેતાઓ એક કોરા કાગળ પર તેમને સહીઓ કરવા કહ્યું હતું. ત્યારબાદ તેમને પોલીસ સ્ટેશન લઈ જવા માટે મજબૂર કરાઈ હતી. જ્યારે એક અન્ય ક્લિપમાં બસીરહાટ મતવિસ્તારના ભાજપના ઉમેદવાર અને સંદેશખાલીના વિરોધી રેખા પાત્રાએ દાવો કર્યો હતો કે, તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરનાર પીડિતાઓને ઓળખતી નથી.

રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ સામે TMCની ફરિયાદ

ટીએમસીએ અગાઉ રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ રેખા શર્મા (Rekha Sharma) વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. પાર્ટીએ શર્મા પર આક્ષેપ કર્યો હતો કે, તેમણે સંદેશખાલીની કેટલીક મહિલાઓને ટીએમસી નેતા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવા કહી પોતાના સત્તાવાર પદનો દુરુપયોગ કર્યો છે. સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ભાજપના રાજ્ય પ્રવક્તા સામિક ભટ્ટાચાર્ય (Samik Bhattacharya)એ કહ્યું કે, ‘ચૂંટણી પહેલા કહાની બદલવા માટે ટીએમસી નકલી વીડિયોનો ઉપયોગ કરી રહી છે. ટીએમસીએ એનસીડબલ્યૂ અથવા સંદેશખાલીની મહિલાઓની ગરીમાની મજાક ઉડાવી છે. તેમણે શેર કરેલા તમામ વીડિયો ફેક છે અને તેમાં છેડછાડ કરવામાં આવી છે.


Google NewsGoogle News