મુખ્યમંત્રીના સમોસા સ્ટાફના સભ્યો ખાઈ ગયા! CIDને સોંપાઈ તપાસ, 5 પોલીસકર્મીને નોટિસ
Samosas Brought For CM Were Eaten By Staff Members : સમોસા ભારતના સૌથી લોકપ્રિય ખાદ્યવસ્તુમાનો એક છે. હોટલથી લઈને રસ્તા પરની લારી સુધી અનેક લોકો સમોસા ખાતા જોવા મળશે. પરંતુ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે સમોસાએ સમગ્ર પોલીસ પ્રશાસનની ઊંઘ હરામ કરી દીધી હોય? આ એવું થયું છે, કોંગ્રેસ શાસિત રાજ્ય હિમાચલ પ્રદેશમાં આવી ઘટના બની છે. હાલના દિવસોમાં હિમાચલમાં સમોસાએ રાજકારણ ગરમાવી દીધું છે. સમોસાના કારણે પાંચ પોલીસકર્મીઓને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે. એટલું જ નહીં તેની સામે કડક શિસ્તભંગના પગલાંની ભલામણ પણ કરવામાં આવી છે. રાજ્યની CID પુલીસ તેની તપાસ કરી રહી છે.
શું છે સમગ્ર ઘટના?
હકીકતમાં 21 ઓક્ટોબરના રોજ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ સાયબર વિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા CID હેડક્વાર્ટર ગયા હતા. ત્યારે અહીં મુખ્યમંત્રી માટે જે સમોસા લાવવામાં આવ્યા હતા. તે સમોસાને તેમના સ્ટાફમાં વહેંચી દેવામાં આવ્યા હતા. હવે CIDએ તેની તપાસ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે માત્ર એસઆઈને જ ખબર હતી કે આ સમોસાનું બોક્સ ખાસ સીએમ સુખુ માટે લાવવામાં આવ્યું હતું.
આ ભૂલને કારણે બૉક્સ બીજે કંઈ ખોવાઈ ગયું!
તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, જ્યારે આ બોક્સને મહિલા ઇન્સ્પેકટરને સોંપવામાં આવ્યા હતા, ત્યારે તેણે કોઈ પણ સિનીયર અધિકારી સાથે આ અંગે કોઈ પુષ્ટિ કરી ન હતી. અને તેમને નાસ્તા અંગેની જવાબદારી સંભાળનાર મિકેનિકલ ટ્રાન્સપોર્ટ(MT) વિભાગમાં મોકલી દીધા હતા. તેમની આ ભૂલને કારણે બૉક્સ બીજે કંઈ ખોવાઈ ગયું હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સંકલનનો અભાવ આ ભૂલ માટે એક મહત્ત્વપૂર્ણ કારણ છે.
તપાસ રીપોર્ટમાં શું જણાવાયું?
તપાસ રીપોર્ટમાં જણાવાયું છે કે, લાવવવામાં આવેલા ત્રણ બોક્સમાં રાખવામાં આવેલી વસ્તુઓને IGની ઓફિસમાં બેઠેલા 10થી 12 લોકોને ચા સાથે પીરસવામાં આવી હતી. પરંતુ કહેવાતા ત્રણ બોક્સ જે હોટલમાંથી લાવવામાં આવ્યા હતા. અને તેમાં રહેલ ખાદ્યવસ્તુ મુખ્યમંત્રી માટે રાખવામાં આવેલ હતી. તે વાતની જાણકારી માત્ર SIને જ હતી. તેમ છતાં તેણે ત્રણેય બોક્સને કોઈ પણ ઉચ્ચ અધિકારીને પૂછ્યા વગર MT વિભાગને સોંપી દીધા હતા. અને ત્યાં બોક્સ ખોલવામાં આવ્યા અને તેમાં રહેલી વસ્તુઓને બધા વચ્ચે વિતરણ કરી દેવામાં આવ્યું હતું.