સંભલમાં સપા સાંસદના ઘર પર ચાલ્યું બુલડોઝર, જિયાઉર્રહમાને અમિત શાહ પાસે મળવાનો માગ્યો સમય
Sambhal News: સાંસદ જિયાઉર્રહમાન બર્કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે મળવાનો સમય માગ્યો છે. સંભલમાં શાહી મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસા બાદથી બર્ક સમાચારોમાં બનેલા છે. સંભલ હિંસા અને વીજ ચોરીમાં ઘેરાયેલા સપા સાંસદ બર્ક દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણ પર પણ એક્શન શરૂ થઈ ચૂક્યું છે. તંત્રએ તેમના ઘર પર બુલડોઝર કાર્યવાહી કરી છે.
સંભલમાં સપા સાંસદના ઘર પર ચાલ્યું બુલડોઝર
ઉત્તરપ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ જિયાઉર્રહમાન પર છેલ્લા 24 કલાકમાં પાંચમું એક્શન લેવાયું છે. દરોડા, ફરિયાદ અને વીજળી કાપ્યા બાદ હવે તેમના ઘર પર યોગી સરકારનું બુલડોઝર પહોંચ્યું હતું અને દાદર તોડવામાં આવ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે સાંસદે નકશો પાસ કરાવ્યા વગર મકાન બનાવવા પર પૂર્વમાં SDMએ બે નોટીસ મોકલી હતી. તેની સાથે જ સાંસદે ઘરની બહાર કેનાલ પર દાદર બનાવ્યા હતા. વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણ પર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: મેરઠમાં નાસભાગ, અનેક મહિલાઓ કચડાઈ: શિવ મહાપુરાણ કથામાં ભીડ બેકાબૂ
વીજળી વિભાગે 1.91 કરોડનો દંડ ફટકાર્યો
સમાજવાદી પાર્ટી સાંસદ જિયાઉર્રહમાન બર્કની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી. બુલડોઝર એક્શન પહેલા સપા સાંસદ જિયાઉર્રહમાન બર્ક પર ગુરૂવારે એન્ટી પાવર થેફ્ટ પોલીસે વીજ ચોરીનો કેસ દાખલ કર્યો. સાથે જ વીજ વિભાગે તેના પર 1.91 કરોડનો દંડ પણ લગાવ્યો. તે સિવાય તેમના પિતા મમલૂકુર્રહમાન બર્ક અને તેમના બે સાથીઓ પર વિભાગીય અધિકારીઓને ધમકાવવા મામલે નખાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી.
વીજ ચોરીની પુષ્ટિ થવા પર બપોરમાં વીજ વિભાગે સાંસદના ઘરનું વીજ કનેક્શન પણ કાપ્યું છે. જો કે, સાંસદના વકીલે દરોડા પર વાંધો જણાવતા વધુ લોડના આરોપને ફગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, ઘર પર 10 કિલોવોટ સોલર પેનલ અને પાંચ કિલોવોટનું જનરેટર પણ લાગેલું છે.
સ્માર્ટ મીટર અને જૂના મીટરોની તપાસમાં વીજ ચોરીનો ખુલાસો થયો
ગુરૂવાર સવારે વીજ વિભાગની ટીમ ભારે પોલીસ દળ સાથે તેના ઘર પર પહોંચીને વીજ ચોરી અને ગડબડની તપાસ કરી હતી. સ્માર્ટ મીટર અને જૂના મીટરોની તપાસમાં વીજ ચોરીનો ખુલાસો થયો. તપાસમાં સાંસદના ઘર પર 16.40 કિલોવોટ લોડ ચાલી રહ્યો છે. એક સ્માર્ટ મીટર પર 5.9 લોડ ચાલતો જોવા મળ્યો, જ્યારે તે મીટરનું કનેક્શનનો લોડ 2 કિલોવોટ હતો. તેમના નામ અને તેમના દાદાના નામે દાખલ બે-બે કિલોવોટના કનેક્શન પર છેલ્લા એક વર્ષમાં માત્ર 14,363 રૂપિયા જ બિલ આવ્યું છે. વીજ વિભાગે મંગળવારે સાંસદ બર્કના ઘર પર આરમર્ડ કેબલની સાથે સ્માર્ટ મીટર લગાવાયું હતું. સ્માર્ટ મીટરનો લોડ જૂના મીટરના રીડિંગથી બિલકુલ મેચ નથી થતો, જેનાથી સ્પષ્ટ થયું કે જૂના મીટરો સાથે છેડછાડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના પૂણેમાં ભયાનક અકસ્માત, 40 મુસાફરો સાથે બસ પલટી, 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત