Get The App

ભાજપના ગઢમાં ભૂખ-તરસથી 20 ગાયના મોત, અધિકારીઓએ એવું કર્યુ કે હિંદુ સંગઠનોએ હોબાળો મચાવ્યો

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
ભાજપના ગઢમાં ભૂખ-તરસથી 20 ગાયના મોત, અધિકારીઓએ એવું કર્યુ કે હિંદુ સંગઠનોએ હોબાળો મચાવ્યો 1 - image


20 Cows died in Amroha: હસનપુર ઉત્તરપ્રદેશમાં સ્થિત કાન્હા ગોશાળામાં ગાયોના મોત પર હોબાળો થઈ રહ્યો છે. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ 20 ગાયોના મોત થયાનો આરોપ લગાવ્યો છે, ત્યારે સરકારી અધિકારી ત્રણ ગાયોના મોતની પુષ્ટિ કરી રહ્યા છે. 

20 જેટલી ગાયોના ભૂખ અને તરસના કારણે મોત

અમરોહાના હસનપુર તહસીલની સોહરકા કાન્હા ગૌશાળાનો માનવતાને શરમાવે એવો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના અધિકારીઓએ સરકારને શરમાવવામાં કોઈ જ કસર નથી છોડી નથી. અહીં એક ગૌશાળામાં 20 જેટલી ગાયો ભૂખ અને તરસના કારણે મૃત્યુ પામી હતી. એટલું જ નહીં સરકારી અધિકારીઓ આ ગાયોની સાથે જીવતી ગાયોને પણ દાટી રહ્યા હતા, જેને હિન્દુ સંગઠનના કાર્યકરોએ બચાવી હતી.

આ પહેલા પણ જિલ્લામાં 100થી વધુ ગાયોના મોત

જિલ્લામાં આ પ્રકારનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ જિલ્લામાં 100થી વધુ ગાયોના મોત થયા છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં રાતના અંધારામાં જીવતી ગાયોને દાટી દેવામાં આવી રહી હતી. 

બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોએ ગાયોને બચાવી

જ્યારે બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓને આ બાબતની જાણ થઈ ત્યારે તેઓ હસનપુર તાલુકા વિસ્તારમાં બનેલી કાન્હા ગૌશાળામાં ગયા. જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે જેસીબી દ્વારા જીવતી ગાયોને દાટવામાં આવી રહી હતી.

હસનપુરના એસડીએમ ભગત સિંહ પર પણ જીવતી ગાયોને દાટી દેવાનો આરોપ છે, જેમાં 20થી વધુ ગાયોના મોતનો આરોપ છે.

એસડીએમ ભગતસિંહ અને ગૌશાળાના પ્રભારી પર લગાવ્યો આરોપ 

આ ગૌશાળામાં ભૂખ અને તરસના કારણે 20 જેટલી ગાયોના મોત થયા છે અને જીવતી ગાયોને પણ જેસીબીથી ખોદીને દાટી દેવામાં આવી હતી. જ્યારે સ્થાનિક લોકોને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ ગાયોનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.

બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને આ વાતની જાણ થતા તેઓ રાત્રે 12 વાગ્યાની આસપાસ ગૌશાળા પહોંચ્યા હતા અને એસડીએમ ભગતસિંહ અને ગૌશાળાના પ્રભારી પર આરોપ લગાવ્યો હતો. તેમજ બે જીવતી ગાયોને બચાવી હતી. 

ભાજપના ગઢમાં ભૂખ-તરસથી 20 ગાયના મોત, અધિકારીઓએ એવું કર્યુ કે હિંદુ સંગઠનોએ હોબાળો મચાવ્યો 2 - image


Google NewsGoogle News