સપાને મોટો ઝટકો, ધારાસભ્ય મનોજ પાંડેએ SPના 'ચીફ વ્હિપ' પદેથી આપ્યું રાજીનામું

ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની 10 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
સપાને મોટો ઝટકો, ધારાસભ્ય મનોજ પાંડેએ SPના 'ચીફ વ્હિપ' પદેથી આપ્યું રાજીનામું 1 - image
Image:File Photo

Samajwadi Party MLA Manoj Pandey Resign : રાજ્યસભાની ચૂંટણી વચ્ચે સમાજવાદી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ધારાસભ્ય મનોજ પાંડેએ ચીફ વ્હીપના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મોકલી આપ્યું છે.

સપાને મોટો ઝટકો, ધારાસભ્ય મનોજ પાંડેએ SPના 'ચીફ વ્હિપ' પદેથી આપ્યું રાજીનામું 2 - imageમનોજ પાંડેએ વ્હીપ પદ પરથી રાજીનામું આપી દીધું

ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની 10 બેઠકો માટે ચાલી રહેલા મતદાન વચ્ચે, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના નજીકના નેતા મનોજ પાંડેએ વ્હીપ પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે મનોજ ભારતીય જનતા પાર્ટીને વોટ આપી શકે છે. સપા નેતા અખિલેશ યાદવને લખેલા પત્રમાં મનોજ પાંડેએ કહ્યું હતું કે- 'હું ચીફ વ્હીપના પદ પરથી રાજીનામું આપી રહ્યો છું કૃપા મારા રાજીનામાનો સ્વીકાર કરશો.'

સપાને મોટો ઝટકો, ધારાસભ્ય મનોજ પાંડેએ SPના 'ચીફ વ્હિપ' પદેથી આપ્યું રાજીનામું 3 - image


Google NewsGoogle News