'વિનેશ તો ઈચ્છતી જ નહોતી કે પેરિસ ઓલિમ્પિક...', વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેના દાવાથી હડકંપ
Vinesh Phogat Lawyer Claim : વકીલ હરીશ સાલ્વેએ પેરિસ ઓલિમ્પિકને લઈને દાવો કર્યો છે કે, 'વિનેશ ફોગાટ ઈચ્છતી ન હતી કે અમે તેની વિરુદ્ધ લેવાયેલા નિર્ણયને સ્પોર્ટ્સ આર્બિટ્રેશનમાં પડકારીએ. 7 ઑગસ્ટે સ્પોર્ટ્સ આર્બિટ્રેશને પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિ.ગ્રા. ફ્રી સ્ટાઇલ ફાઇનલ પહેલા રેસલર વિનેશ ફોગટને 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે અયોગ્ય ઠેરવવામાં આવી હતી. જેના કારણે રેસલર વિનેશ ફોગટ ફાઇનલમાંથી બહાર થઈ ગઈ હતી.'
આ પણ વાંચો : બેકાબૂ ટ્રકે 3 વિદ્યાર્થીનીઓને કચડી નાખતાં હડકંપ, 2નાં ઓન ધ સ્પોટ મૃત્યુ, એકની હાલત ગંભીર
હરીશ સાલ્વેએ વકીલ તરીકે તેમનું પ્રતિનિધિત્વ કર્યું
જ્યારે ઓલિમ્પિક એસોસિએશને ફાઈનલ પહેલા વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી, ત્યારે તેને ભારતીય ઓલિમ્પિક સંઘ તરફથી કોઈ સમર્થન મળ્યું ન હતું. અમારા વકીલ પહેલેથી જ તે નિર્ણય સાથે ઉદાર દેખાતા હતા. જો કે, વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન અને વિનેશ ફોગાટ દ્વારા આ નિર્ણય સામે અપીલ કરવામાં આવી હતી. જેમાં હરીશ સાલ્વેએ વકીલ તરીકે તેમનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ તેમની અરજી ફગાવી દેતા વિનેશને મેડલ વિના પરત ફરવું પડ્યું હતું.
વિનેશ સ્વિસ કોર્ટમાં જવા તૈયાર ન હતી
હરીશ સાલ્વેએ કહ્યું કે, 'અમારી રજૂઆત પછી વિનેશ ફોગાટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને પડકારવા માંગતી ન હતી. જો કે, આ પછી અમને અપીલ દાખલ કરવા માટે જરૂરી તમામ દસ્તાવેજો અને માહિતી મળતા અમે સખત લડત ચલાવી હતી. પરંતુ અમારી અપીલ ફગાવી દેવામાં આવી હતી. આર્બિટ્રેશન એવોર્ડ સામે સ્વિસ કોર્ટમાં આ નિર્ણયને પડકારી શકીએ છીએ, પરંતુ બોગાટે જવાબ આપ્યો ન હતો, પછી તેમના વકીલોએ મને કહ્યું કે, વિનેશ તેને આગળ લઈ જવા માંગતી નથી.'
આ પણ વાંચો : 'મણિપુર મુદ્દે મોઢામાં દહીં જામી જાય છે...' મોદી સરકાર પર ઉદ્ધવ ઠાકરેની સેનાના આક્રમક પ્રહાર
ફોગાટના વકીલોમાં સંકલનનો અભાવ
સાલ્વેએ આક્ષેપ કર્યો હતો કે, ફોગાટના વકીલોમાં સંકલનનો અભાવ હતો. કારણ કે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા નિયુક્ત કરવામાં આવેલી વધુ સારી કાયદાકીય પેઢીને લઈને કેટલાક વકીલોએ કહ્યું હતું કે, 'અમે તમારી સાથે કંઈપણ શેર કરીશું નહીં.'