Get The App

શું છે ભારતની ત્રણેય સેનામાં સલામીના નિયમ?, નૌસેનામાં સૈનિકો કેમ હથેળી છુપાવીને સલામ કરે છે?

ત્રણેય સેનાની સલામી આપવાની રીત એકબીજાથી અલગ, સલામી એ સન્માન અને વિશ્વાસનું પ્રતીક

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
શું છે ભારતની ત્રણેય સેનામાં સલામીના નિયમ?, નૌસેનામાં સૈનિકો કેમ હથેળી છુપાવીને સલામ કરે છે? 1 - image


Different Types of Salutes: આઝાદીના 76 વર્ષોમાં દેશે ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાની અદમ્ય હિંમત આત્મવિશ્વાસ સાથે દુશ્મનોને પાઠ ભણાવ્યો છે. સામાન્ય રીતે સલામી કોઈ વ્યક્તિ પ્રત્યે આદર દર્શાવવા અથવા કોઈ ચોક્કસ વ્યક્તિની પ્રશંસા કરવા માટે આપવામાં આવે છે. આ દરમિયાન આજે આપણે જોશું કે કે કેવી રીતે ભારતની ત્રણેય સેનાઓ તેમના અધિકારીઓને સલામી આપે છે. 

સલામી શા માટે આપવામાં આવે છે?

કોઈ પણ સશસ્ત્ર દળમાં સામેની વ્યક્તિને સન્માન આપવા સલામી અપાય છે. સલામી થકી વર્દી, નોકરી, દેશ કે કોઈ સિનિયર પ્રત્યે સન્માન પ્રગટ કરવામાં આવે છે. આ ઉપરાંત સલામીનો અર્થ એવો પણ છે કે સામેની વ્યક્તિ પાસે કોઈ જ હથિયાર નથી, પરંતુ છતાં તેમને સન્માન આપવા માટે સલામ કરાય છે.

સૈન્ય અધિકારી કેવી રીતે સલામી આપે છે?

સેનાના જવાનો ખુલ્લા હાથ, આંગળીઓ અને અંગૂઠા સાથે જમણા હાથે સલામ કરે છે અને વચ્ચેની આંગળી લગભગ હેટબેન્ડ અથવા ભમરને સ્પર્શે છે. તેમજ બધી આંગળીઓ સામેની તરફ ખુલ્લી અને અંગૂઠો તેની સાથે સ્પર્શેલો હોય છે. 

નૌસેનામાં કેવી રીતે સલામ અપાય છે?

નૌસેનામાં સલામ કરતી વખતે હથેળીને માથાના ભાગ સાથે એ રીતે રખાય છે કે, હથેળી અને જમીનની વચ્ચે 90 ડિગ્રીનો કોણ બને. નૌસેનામાં કામ કરવાથી સૈનિકોની હથેળીઓ ખરાબ થઇ જતી હોય છે. આ ગંદી હથેળીને છુપાવવા માટે આ રીતે સલામી અપાય છે. 

વાયુસેનામાં કેવી રીતે સલામી અપાય છે?

વાયુસેનામાં સલામી આપતી વખતે હથેળી અને જમીન વચ્ચે 45 ડિગ્રીનો કોણ બને છે. તેથી તેને સેના અને નૌસેનાની વચ્ચેની સલામી પણ છે. તેનો અર્થ થાય છે, 'Touching the sky with glory'.

પોલીસમાં સલામ કરવાનો શું નિયમ છે?

પોલીસ મેન્યુઅલ મુજબ પણ સલામ કરવામાં ઘણાં નિયમ છે. જેમ કે જો શારીરિક અક્ષમતાના કારણે જો જમણા હાથથી સલામ ના થઈ શકે એમ હોય, તો ડાબા હાથે સલામી આપી શકાય છે. પોલીસ જવાન સલામ કરે ત્યારે હથેળી સામેની તરફ હોય છે. તેમાં આંગળીઓ સીધી અને અંગૂઠો તર્જની પાસે રાખવામાં આવે છે. હાથને સ્થિર રાખવામાં આવે છે અને કાંડુ સીધું રખાય છે. જ્યાં સુધી જમણા હાથની હથેળી જમણી આંખથી એક ઇંચ ઉપર ન જાય ત્યાં સુધી કોણીને વાળવામાં આવે છે. 

અન્ય જરૂરી નિયમો 

- સેનાના કોઈપણ પદાધિકારી માટે સલામી આપતી વખતે બ્લેઝર અને કેપ પહેરવા એ શિષ્ટાચારનું પ્રતીક છે.

- કોઈ અધિકારી કેમ્પસમાં છે અને તેના યુનિફોર્મમાં છે તો તેમને સેલ્યુટ કરવી જરૂરી છે.

- છત નીચે કોઈ વરિષ્ઠ અધિકારીને રિપોર્ટ કરતી વખતે સલામી આપવી જરૂરી નથી.

- જો કોઈ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ભાગ લીધો હોય, ત્યારે રમતની વચ્ચે સેલ્યુટ કરવી જરૂરી નથી

- આ ઉપરાંત સેના કે પોલીસમાં ડ્રાઈવિંગ કરતી વખતે પણ સલામી આપવા પર મનાઈ છે.

શું છે ભારતની ત્રણેય સેનામાં સલામીના નિયમ?, નૌસેનામાં સૈનિકો કેમ હથેળી છુપાવીને સલામ કરે છે? 2 - image



Google NewsGoogle News