Get The App

લોરેન્સ બિશ્નોઈના ભાઇ સામે મુંબઈ પોલીસની એક્શન, અમેરિકાએ પણ ભારત સરકારને કરી એલર્ટ!

Updated: Nov 2nd, 2024


Google NewsGoogle News
લોરેન્સ બિશ્નોઈના ભાઇ સામે મુંબઈ પોલીસની એક્શન, અમેરિકાએ પણ ભારત સરકારને કરી એલર્ટ! 1 - image


Mumbai Police Initiate Anmol Bishnoi's Extradition: સુરક્ષા એજન્સીઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગની ગતિવિધિઓ પર અંકુશ લગાવવાનો પ્રયાસ કરી રહી છે. અમેરિકી અધિકારીઓએ મુંબઈ પોલીસને લોરેન્સના નાના ભાઈ અનમોલ બિશ્નોઈની તેમના દેશમાં હાજરી અંગે ચેતવણી આપી છે. ત્યારબાદ મુંબઈ પોલીસે તેના પ્રત્યાર્પણની માંગ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ગયા મહિને સ્પેશિયલ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

મુંબઈ પોલીસ અનમોલનું પ્રત્યાર્પણ ઈચ્છે છે!

અહેવાલો અનુસાર, 16મી ઓક્ટોબરે મુંબઈ પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, અમે સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણની પહેલ કરવા માગે છે.' તાજેતરમાં એનસીપી (અજિત જૂથ)ના નેતા અને પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દિકીની હત્યામાં પણ અનમોલનું નામ સામે આવ્યું હતું અને એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપી સાથે અનમોલે વાત કરી હતી.

અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ

ગયા અઠવાડિયે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. એજન્સીએ જણાવ્યું હતું કે, 'ભાગેડુ અનમોલ સામે 18 કેસ નોંધાયેલા છે, જેમાં 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યા કરનાર આરોપીઓને કથિત રીતે હથિયાર અને અન્ય સહાય પૂરી પાડવાનો સમાવેશ થાય છે.'

આ પણ વાંચો: 'એક ચૂંટણીમાં સલાહ આપવા 100 કરોડ લઉં છું...', વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરનો મોટો ખુલાસો


એક અધિકારીના જણાવ્યાનુસાર, 'સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસની ચાર્જશીટમાં અનમોલને વોન્ટેડ આરોપી તરીકે ઓળખવામાં આવ્યા બાદ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. રેડ કોર્નર નોટિસના આધારે અમેરિકાના અધિકારીઓએ થોડા મહિના પહેલા અમારો સંપર્ક કર્યો હતો અને અમને અનમોલ યુએસમાં હોવાનું જણાવ્યું હતું.'

લોરેન્સ બિશ્નોઈના ભાઇ સામે મુંબઈ પોલીસની એક્શન, અમેરિકાએ પણ ભારત સરકારને કરી એલર્ટ! 2 - image


Google NewsGoogle News