Get The App

સલમાન બ્લેન્ક ચેક લઈને બિશ્નોઈ સમાજ પાસે આવ્યો હતો...' લોરેન્સ બિશ્નોઈના ભાઈનો દાવો

Updated: Oct 24th, 2024


Google NewsGoogle News
સલમાન બ્લેન્ક ચેક લઈને બિશ્નોઈ સમાજ પાસે આવ્યો હતો...' લોરેન્સ બિશ્નોઈના ભાઈનો દાવો 1 - image


Lawrence Bishnoi Cousin on Salman Khan Blank Cheque:  ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પિતરાઈ ભાઈ રમેશ બિશ્નોઈએ તાજેતરમાં સલમાન ખાન પર લાગી રહેલા આરોપો પર પોતાની વાત મૂકી છે. રમેશે કહ્યું કે, જો સલમાન ખાન પોતાની ભૂલ સ્વીકારી લે અને માફી માગે તો બિશ્નોઈ સમાજ તેને માફ કરવા અંગે વિચારી શકે છે. હવે રમેશ બિશ્નોઈએ મોટો દાવો કરતા કહ્યું કે, 'જ્યારે સલમાન ખાનનું નામ કાળા હરણના શિકાર મામલે સામે આવ્યું હતું, ત્યારે તેમના પરિવારે બિશ્નોઈ સમાજને બ્લેન્ક ચેક ઓફર કર્યો હતો.'

સલમાન બ્લેન્ક ચેક લઈને બિશ્નોઈ સમાજ પાસે આવ્યો હતો

એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતા રમેશે એ સ્પષ્ટ કર્યું કે, 'લોરેન્સ બિશ્નોઈ દ્વારા સલમાન ખાન પાસે પૈસા માગવાના આરોપ એકદમ પાયાવિહોણા છે.' આ દરમિયાન રમેશ બિશ્નોઈએ મોટો દાવો કરતા કહ્યું કે, 'જ્યારે સલમાન ખાનનું નામ કાળા હરણના શિકાર મામલે સામે આવ્યું હતું, ત્યારે તેમના પરિવારે બિશ્નોઈ સમાજને બ્લેન્ક ચેક ઓફર કર્યો હતો. પરંતુ સમાજે પૈસા લેવાનો ઈનકાર કરી દીધો હતો. બિશ્નોઈ સમાજ જાનવરોની રક્ષા માટે ઓળખાય છે અને તેઓ કોઈ પણ કિંમતે પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ નથી કરતા.' 

આ પણ વાંચો: 'મેં કાળા હરણને નહોતું માર્યું', જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે સલમાન ખાનનો જૂનો વીડિયો વાયરલ

મીડિયા અફવાઓનું કર્યું ખંડન

રમેશે મીડિયા દ્વારા ફેલાવવામાં આવી રહેલી અફવાઓનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે લોરેન્સ બિશ્નોઈ હાલમાં હાઈ સિક્યોરિટી જેલમાં બંધ છે અને તેમના પર 40 લાખ રૂપિયાની માગણી કરવાનો આરોપ ખોટો છે. રમેશે સરકારને વિનંતી કરી કે, લોરેન્સને મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ કરવો જોઈએ, જેમ કે અન્ય આતંકવાદી સંગઠનોના સભ્યો સાથે કરવામાં આવે છે.

લોરેન્સ બિશ્નોઈના બાળપણ વિશે બોલ્યો રમેશ?

રમેશે જણાવ્યું કે, લોરેન્સ હંમેશા રમત-ગમતમાં રસ ધરાવતો હતો અને પોતાના સાથીઓને નશાથી દૂર રહેવા માટે પ્રેરિત કરતો હતો. તેમણે દાવો કર્યો હતો કે, લોરેન્સે ક્યારેય નશો નથી કર્યો અને તે ગરીબોની મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. બિશ્નોઈ સમાજનો ઈતિહાસ કરુણા અને જીવ-જંતુઓની રક્ષા માટે સમર્પિત રહ્યો છે અને લોરેન્સ પણ આ જ આદર્શોનું પાલન કરે છે. 

તમને જણાવી દઈએ કે, બાબા સિદ્દિકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સલમાન ખાનના પિતા સલીમ ખાને તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ કરી દીધું હતું કે, સલમાન ખાને કંઈ ખોટું નથી કર્યું, તેથી તે કોઈની પણ માફી નહીં માગશે. 


Google NewsGoogle News