Get The App

નવી દિલ્હીમાં નાસભાગ બાદ મોટો નિર્ણય, 26મી ફેબ્રુઆરી સુધી કાઉન્ટર પરથી ટિકિટ વેચાણ બંધ

Updated: Feb 17th, 2025


Google NewsGoogle News
Delhi Railway Station


Delhi Railway Station Stampede: નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર શનિવારે (15મી ફેબ્રુઆરી) મોડી રાત્રે થયેલી નાસભાગમાં 18 લોકો મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કાઉન્ટર પરથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ આદેશ 26મી ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે. નોંધનીય છે કે, નાસભાગ બાદ NDLS પર કોઈ પ્લેટફોર્મ ટિકિટ આપવામાં આવી નથી.

રેલ્વે સ્ટેશન પર અધિકારીઓને તહેનાત કર્યા 

અહેવાલો અનુસાર, દિલ્હી પોલીસે રેલ્વે સ્ટેશન પર ભીડ વ્યવસ્થાપન માટે છ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓને તહેનાત કર્યા હતા. આ તે અધિકારી છે જેમને પહેલાથી જ NDLSમાં કામ કરવાનો અનુભવ છે. આમાંથી કેટલાક અધિકારીઓ નવી દિલ્હી રેલ્વે પોલીસ સ્ટેશનમાં SHOનું પદ સંભાળી ચૂક્યા છે.

નાસભાગ કેવી રીતે થઈ?

નવી દિલ્હી રેલ્વેએ કુંભ માટે ખાસ ટ્રેનની જાહેરાત કરી હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. જ્યારે રેલ્વેએ ભારે ટિકિટ વેચાણ થતાં, તેમણે ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો, પરંતુ ભીડને સંભાળવા માટે પૂરતી વ્યવસ્થા નહોતી.

આ પણ વાંચો: અમેરિકાથી ત્રીજી ફ્લાઈટમાં ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓને આજે અમદાવાદ લવાશે, જુઓ નામની યાદી


રેલ્વેએ અચાનક સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરી

પ્રયાગરાજ કુંભ જતી ટ્રેન પ્લેટફોર્મ નંબર 14 પર રાહ જોઈ રહી હતી. આ દરમિયાન ત્યાં પહેલેથી જ મોટી ભીડ હાજર હતી, અને અન્ય મુસાફરો પણ ત્યાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

રેલ્વેએ અચાનક પ્લેટફોર્મ નંબર 16 પરથી એક ખાસ ટ્રેનની જાહેરાત કરી. જે મુસાફરો પહેલાથી જ પ્લેટફોર્મ 14 પર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓ હવે પ્લેટફોર્મ 16 તરફ પણ દોડવા લાગ્યા, જેના કારણે અફરાતફરી સર્જાઈ હતી. ભીડ બેકાબૂ થઈ ગઈ અને લોકો એકબીજા પર પડવા લાગ્યા. આ નાસભાગનું કારણ બન્યું હતું.

નવી દિલ્હીમાં નાસભાગ બાદ મોટો નિર્ણય, 26મી ફેબ્રુઆરી સુધી કાઉન્ટર પરથી ટિકિટ વેચાણ બંધ 2 - image


Google NewsGoogle News