ભાજપની જ મહિલા નેતાએ પહેલવાનોને આંદોલન કરવા ભડકાવ્યાં! સાક્ષી મલિકના દાવાથી હડકંપ
Sakshi Malik Accuses Babita Phogat Of Inciting Wrestlers: પૂર્વ ભારતીય મહિલા પહેલવાન સાક્ષી મલિકે ભાજપ નેતા બબીતા ફોગાટને લઈને મોટો દાવો કર્યો છે. એક મીડિયા ઈન્ટરવ્યુમાં સાક્ષી મલિકે જણાવ્યુ હતું કે, 'બબીતા ફોગાટ જ પહેલવાનોને બ્રિજભૂષણ સિંહ સામે ઉશ્કેર્યા હતા, કારણ કે તે બ્રિજભૂષણને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ પદેથી હટાવીને પ્રમુખ બનવા માગતી હતી.'
સાક્ષી મલિકે વધુમાં જણાવ્યું હતું કે, 'બબીતા ફોગાટે ઘણાં પહેલવાનો સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે પહેલવાનોને રેસલિંગ ફેડરેશનની અંદર છેડતી સહિતની કથિત ગેરવર્તણૂક સામે વિરોધ કરવાની અપીલ કરી હતી.'
'ભાજપના માત્ર બે નેતાઓએ જ મંજૂરી આપી'
ભાજપના નેતાઓ પર આરોપ લગાવતા સાક્ષી મલિકે જણાવ્યું હતું કે, 'ભાજપના બે નેતાઓ બબીતા ફોગાટ અને તીરથ રાણાએ અમને હરિયાણામાં વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી અપાવવામાં મદદ કરી. બબીતા ફોગાટે બ્રીજભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરવાના વિચાર સાથે અમારો સંપર્ક કર્યો હતો, કારણ કે તેમનો પોતાનો એજન્ડા હતો. તે ડબ્લ્યુએફઆઇના પ્રમુખ બનવા માંગતી હતી.'
સાક્ષી મલિકના બબીતા ફોગાટ પર ગંભીર આક્ષેપ
સાક્ષી મલિકે જણાવ્યું હતું કે, 'વિરોધ બબીતા ફોગાટથી સંપૂર્ણપણે પ્રભાવિત નહોતો, અમે તેમનો આંખો મીંચીને વિશ્વાસકર્યો નહતો, પરંતુ તેના સૂચન પર વિરોધ શરૂ થયો હતો. અમે જાણતા હતા કે ફેડરેશનમાં જાતીય સતામણી અને છેડતી જેવા ગંભીર મુદ્દાઓ છે. અમે માનતા હતા કે મહિલા નેતૃત્ત્વ સકારાત્મક પરિવર્તન લાવશે. ખાસ કરીને બબીતા ફોગટ જેવી મહિલા, જે એક સ્પોર્ટ્સપર્સન પણ છે.'
આ પણ વાંચો: શાળાઓ બંધ, સેના હાઈઍલર્ટ પર, NDRF તૈનાત: 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકશે દાના વાવાઝોડું
બબીતા ફોગાટ વિશે વાત કરતાં સાક્ષી મલિકે કહ્યું, 'અમને લાગ્યું કે તે (બબીતા) વિરોધમાં અમારી સાથે બેસીને સાથી પહેલવાન તરીકે ખોટાં કામો સામે અવાજ ઉઠાવશે. તે અમારા સંઘર્ષને સમજશે. પરંતુ અમે ક્યારેય વિચાર્યું ન હતું કે તે અમારી સાથે આટલી મોટી રમત રમશે.'
પહેલવાનો લાંબા સમયથી ધરણા પર બેઠા હતા
ઉલ્લેખનીય છે કે, ઘણી મહિલા પહેલવાનોએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ સિંહ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો અને તેમની સામે તપાસની માંગ સાથે લાંબો વિરોધ પણ કર્યો હતો.