વિનેશ ફોગાટ કોંગ્રેસમાં જોડાઈ તો સાક્ષી મલિકે આપ્યું મોટું નિવેદન, કહ્યું 'મને પણ ઑફર આવી હતી, હું ના ગઈ કારણ કે...'
Sakshi Malik's big statement after Vinesh Phogat joins Congress : હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા થોડા સમયમાં કોંગ્રેસમાં જોડાશે. બંને રેસલર્સને કોંગ્રેસમાં જોડાવા પર રેસલર સાક્ષી મલિકે મોટો સંદેશ આપ્યો છે. તેણે કહ્યું કે, આ બંને રેસલર્સનો અંગત નિર્ણય છે. પરંતુ મારુ માનવું છે, કે મારે ત્યાગ કરવો જોઈએ.
#WATCH | On Bajrang Punia & Vinesh Phogat, wrestler Sakshee Malikkh says, "...It is their personal choice to join the party. I believe that we should make sacrifices. Our agitation, the fight for women should not be given a wrong impression...From my end, the agitation… pic.twitter.com/hdnlnXKqzD
— ANI (@ANI) September 6, 2024
'કુસ્તી માટે કામ કરું છું અને ભવિષ્યમાં પણ કામ કરતી રહીશ'
તેમણે કહ્યું કે, અમારુ જે આંદોલન હતું, બહેન-દીકરીઓ વચ્ચેની જે લડાઈ હતી, તેને ખોટુ સ્વરૂપ ન આપવું જોઈએ. મારી લડાઈ ચાલુ છે. હું હજુ પણ તેના પર અડગ છું. કુસ્તીમાં મહિલાઓનું જે શોષણ થતું હતું, તેની સામે અમારું આંદોલન ચાલુ છે. હું હંમેશા કુસ્તી માટે જ વિચારું છું, કુસ્તી માટે કામ કરું છું અને ભવિષ્યમાં પણ કામ કરતી રહીશ.
'બહેન-દીકરીઓનું શોષણ ખતમ થશે ત્યારે જ હું મરીશ'
સાક્ષી મલિકે કહ્યું કે, ' મને પણ એક ઓફર મળી હતી, પરંતુ મને લાગ્યું કે મેં જે શરૂઆત કરી છે, તેને મારે છેલ્લા સ્ટેજ પર લઈ જવી જોઈએ. જ્યાં સુધી બહેન-દીકરીઓનું શોષણ બંધ નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. અને આ બજરંગ પુનિયા અને સાક્ષી મલિકનો અંગત નિર્ણય છે. તેઓએ વિચાર્યું કે, તેમને ત્યાં વધુ સારુ છે, તેથી તેઓ ત્યાં ગયા.