સૈફ પર હુમલો કરનારા આરોપીની નવી તસવીર આવી સામે, પોતાનો દેખાવ બદલ્યો
Saif Ali Khan Attacked: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર જીવલેણ હુમલા મામલે મુંબઈ પોલીસે હુમલાખોરને પકડવા માટે દિવસ-રાત એક કરી છે. પરંતુ હજુ સુધી પોલીસની પકડથી દૂર છે. જો કે, તપાસ દરમિયાન એક નવો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, હુમલાખોર શંકાસ્પદે કથિત રીતે પોલીસ પકડથી બચવા માટે કપડાં બદલી નાખ્યા હતા.
સૈફના ઘર અને બાંદ્રાની લકી હોટલ વિસ્તારથી મળેલા સીસીટીવી ફૂટેજથી જાણવા મળે છે કે, ઘટના બાદ શંકાસ્પદે પોતાનો દેખાવ બદલી નાખ્યો હતો. જો કે, આરોપીને પકડવા માટે મુંબઈ પોલીસે 35થી વધુ ટીમો બનાવી છે.
મુંબઈ પોલીસથી મળેલી માહિતી અનુસાર, હુમલો કરનારો શંકાસ્પદ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશન અને રેલવે સ્ટેશન વચ્ચે જોવા મળ્યો છે. સવારે 8 વાગ્યા સુધી શંકાસ્પદ બાંદ્રા વિસ્તારમાં ફરી રહ્યો હતો, પરંતુ પોલીસ તેની ધરપકડ ન કરી શકી.
આ પણ વાંચો: સૈફ અલી ખાન પર થયેલા હુમલામાં કોઈ અંડરવર્લ્ડ ગેંગનો હાથ નહીં: મહારાષ્ટ્રના મંત્રી
પોલીસ પણ એ વાતથી ચોંકી ગઈ છે કે સૈફ અલી ખાનની બિલ્ડિંગમાં બંને પોઈન્ટ પર સુરક્ષા ગાર્ડ હોવા છતા શંકાસ્પદ કેવી રીતે અંદર ઘુસ્યો. હુમલાના સમયે શંકાસ્પદે માસ્ક અને ટોપી પહેરી રાખી હતી, જ્યારે બિલ્ડિંગની બહાર નીકળતા સમયે તેને ઉતારી દીધું, જેનાથી તેના ઇરાદાઓ પર સવાલ ઉઠી રહ્યા છે. જણાવી દઈએ કે, એક શંકાસ્પદની પોલીસે અટકાયત કરી છે.
40 થી 50 લોકોની પૂછપરછ
સૈફ અલી ખાન પર હુમલો કરવાના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 40 થી 50 લોકોની પૂછપરછ કરી છે. જેમાં સ્ટેટમેન્ટ રેકોર્ડ પણ કરાયા છે, પૂછપરછ કરનારા લોકોમાં વધુ પડતાં લોકો સૈફના જાણિતા છે. સૈફના સ્ટાફની પણ પોલીસે પૂછપરછ કરી છે.
ઉઘાડા પગે આવ્યો, જૂતાં પહેરીને ઉતર્યો હુમલાખોર
રિપોર્ટ અનુસાર, સૈફ અલી ખાન પર હુમલો કરનારા શખ્સ તેમના ઘરે ઉઘાડા પગે આવ્યો હતો, જ્યારે ભાગતા સમયે તે જૂતાં પહેરીને ઉતર્યો. હુમલાખોરના નવા સીસીટીવી ફૂટેજમાં કેટલીક વસ્તુ નજરે આવી રહી છે જેના પર હવે પોલીસને શંકા ઉપજી રહી છે.
આ પણ વાંચો: સૈફ અલી ખાન કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ નહીં: પોલીસની સ્પષ્ટતા
પહેલા તો તે સૈફ પર હુમલો કરનારો ઉપર ઉઘાડા પગે ગયો, જ્યારે તે ભાગ્યો ત્યારે જૂતાં પહેરીને ઉતર્યો. બીજું કે જ્યારે તે ઉપર જઈ રહ્યો હતો તો તેનું બેગ ભરેલું નજરે પડી રહ્યું હતું, જ્યારે ભાગતે સમયે બેગ ખાલી લાગી રહ્યું છે.