Get The App

10 લાખથી વધુ મતદાર ધરાવતી વિધાનસભાની આ બેઠક લોકસભાની ચૂંટણી માટે છે નિર્ણાયક

લોકસભા ચૂંટણી 2024નું પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થશે

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
10 લાખથી વધુ મતદાર ધરાવતી વિધાનસભાની આ બેઠક લોકસભાની ચૂંટણી માટે છે નિર્ણાયક 1 - image


ગાઝિયાબાદ, તા. 26 માર્ચ 2024, મંગળવાર

લોકસભા બેઠક ગાઝિયાબાદ બની ત્યારથી અહીં ભાજપના ઉમેદવારોને સાંસદ તરીકે ચૂંટવામાં આવી રહ્યા છે. ચૂંટણી જીતાડીને સંસદમાં મોકલનારી ગાઝિયાબાદ બેઠક પર જીતમાં સાહિબાબાદ વિધાનસભાની નિર્ણાયક ભૂમિકા ભજવે છે જે યુપીની સૌથી મોટી વિધાનસભા છે.  અહીંના મતદારોની સંખ્યા 10,33,314 છે. તેથી આ વખતે પણ  જીતની હેટ્રિક લગાવી ચૂકેલી ભાજપની સાથે તમામ પાર્ટીઓનું સાહિબાબાદ પર ફોકસ રહેશે.

ગત લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને 9,44,503 મત મળ્યા હતા

ગાઝિયાબાદ લોકસભા બેઠકમાં સાહિબાબાદ સાથે ગાઝિયાબાદ, મુરાદનગર, લોની વિધાનસભા બેઠક સાથે ધૌલાના વિધાનસભા બેઠકનો આંશિક ભાગ સામેલ છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપના વીકે સિંહને 9,44,503 મત મળ્યા હતા. તેમણે તેમના નજીકના હરીફ સમાજવાદી પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવનાર સુરેશ બંસલને 501,500 મતોથી હરાવ્યા હતા.

વીકે સિંહને મળેલા મતમાં 36% હિસ્સો સાહિબાબાદ વિધાનસભાના મતદારોનો રહ્યો હતો. સાહિબાબાદથી વીકે સિંહને 3,39,122 વોટ અને સુરેશ બંસલને 79,410 વોટ મળ્યા હતા. આ બેઠકે જ વિજેતા વીકે સિંહને 2,59,712 મતોની નિર્ણાયક લીડ અપાવી હતી. બાકીની બેઠકો જીતના માર્જિનમાં એટલા મતો પણ જોડી નહોતી શકી. લીડ વોટની વાત કરીએ તો લગભગ 52% વોટ સાહિબાબાદ વિધાનસભા બેઠકના સામેલ હતા. ગાઝિયાબાદની બાકીની ત્રણ વિધાનસભા બેઠકો મળીને માત્ર 48% મત જીતના માર્જિનમાં જોડી શકી હતી. બીજી તરફ ધૌલાનામાં સુરેશ બંસલને વીકે સિંહ કરતા વધુ મત મળ્યા હતા.

આ કારણોસર તમામ પાર્ટીઓનું ફોકસ રહે છે

લોકસભા બેઠકની પાંચેય વિધાનસભાઓમાં બીજા નંબર પર લોની છે અને તેના કરતા પણ લગભગ બમણા મતદારો સાહિબાબાદમાં છે. લોનીમાં 5,17,604 મતદારો છે જ્યારે સાહિબાબાદમાં આ વખતે સાંસદને ચૂંટવા માટે 10,33,314 મતદારો પોતાનો મત આપી શકશે. એટલું જ નહીં લોકસભા બેઠકના કુલ 29,02,231 મતદારોમાંથી લગભગ 36% સાહિબાબાદ વિધાનસભા બેઠકના છે. આ જ કારણ છે કે આ બેઠક જીતમાં નિર્ણાયક લીડ અપાવે છે અને 10 લાખથી વધુ મતદારો હોવાના કારણે ઉમેદવારોને અહીંથી વધુ મત મળવાની આશા રહે છે.


Google NewsGoogle News