Get The App

અનોખા લગ્ન! વરરાજાએ દહેજમાં મળેલા 51 લાખ ઠુકરાવ્યાં અને 1 રૂ. સાથે દુલ્હન સ્વીકારી

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
અનોખા લગ્ન! વરરાજાએ દહેજમાં મળેલા 51 લાખ ઠુકરાવ્યાં અને 1 રૂ. સાથે દુલ્હન સ્વીકારી 1 - image


Image Source: Freepik

Unique Wedding In Saharanpur: દહેજ ભૂખ્યાઓને મેસેજ આપતા MBA પાસ યુવકે 51 લાખનું દહેજ ઠુકરાવીને માત્ર એક રૂપિયામાં લગ્નની વિધિ પૂર્ણ કરી હતી. તેણે તેના સાસરિયાઓને કહ્યું કે, સૌથી મોટું ધન તો દીકરી જ છે જે પોતાનું ઘર છોડીને બીજા ઘરની વહુ બને છે. રાજપૂત સમાજમાં આ લગ્ને સમાજ માટે અનોખો દાખલો બેસાડ્યો છે. 

શુક્રવારે રાત્રે મહાવીર પુંડિરના પૌત્ર અભય પ્રતાપ હરિયાણાના કરનાલ જાન લઈને ગયા હતા. જ્યાં તેમના લગ્ન અશોક રાણાની પુત્રી ગૌરા રાણા સાથે ખૂબ જ ધામધૂમથી થયા હતા. લગ્ન હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે સંપન્ન થયા હતા. 

લગ્નમાં કન્યા પક્ષે દહેજ તરીકે 51 લાખ રૂપિયા આપ્યા. જેને વરરાજા અભય પ્રતાપ તથા તેના સંબંધીઓએ દહેજને સામાજિક દુષણ ગણાવીને નમ્રતાપૂર્વક કન્યા પક્ષને પરત કરી દીધા હતા. તેમજ દહેજમાં માત્ર નાળિયેર અને એક રૂપિયો લઈને તેણે સમાજ સમક્ષ અનોખો દાખલો બેસાડ્યો છે. દહેજ વગર લગ્ન કરીને વર અભય પ્રતાપે તેના સગા-સંબંધીઓ સાથે ગામનું ગૌરવ વધાર્યું છે અને દહેજ ભૂખ્યા લોકોને પાઠ ભણાવવાનું પણ કામ કર્યું છે. 

દહેજ પ્રથા પર કર્યો પ્રહાર

વર અભય પ્રતાપનું કહેવું છે કે, સમાજમાં ફેલાયેલી આ કુરિતિને દૂર કરવા માટે યુવાનોએ પોતે જ આગળ આવવું પડશે. સાદગીથી સંપન્ન થયેલા આ લગ્ન સમારોહમાં નવદંપતીને આશીર્વાદ આપવા આવેલા મહેમાનોએ વરરાજાના ભરપૂર વખાણ કર્યા હતા. વરરાજાના આ નિર્ણયની વિસ્તારમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે.

અનિલ પુંડિરને બે પુત્રો છે. મોટો દીકરો અભય રિયલ એસ્ટેટનું કામ કરે છે. અભયે MBA કર્યું છે અને પિતાને તેમના કામમાં મદદ કરે છે. અનિલ નનૌતા વિસ્તારમાં ઈંટની ભઠ્ઠી છે અને તેની પાસે એચપી ગેસની એજન્સી પણ છે. નાનો પુત્ર ઉદય પ્રતાપ અમેરિકામાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહ્યો છે. 


Google NewsGoogle News