રેલવેમાં સુરક્ષા કવચનો દાવો સાવ પોકળ, ૬૯૦૦૦ કિમીની રેલલાઇનમાં માત્ર ૧૫૦૦ કિમીમાં જ સેફ્ટી

કંચનજંગા એકસપ્રેસ અને માલગાડીની ટક્કર થતા સુરક્ષા અંગે સવાલ

વધુ રુટને આવરી લેવામાં આવેતો અક્સ્માતની સંખ્યા ઘટાડી શકાય

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
રેલવેમાં સુરક્ષા કવચનો દાવો સાવ પોકળ, ૬૯૦૦૦  કિમીની રેલલાઇનમાં માત્ર ૧૫૦૦ કિમીમાં જ સેફ્ટી 1 - image


કોલકાતા,૧૮ જૂન,૨૦૨૪,મંગળવાર 

પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ ખાતે કંચનજંગા એકસપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર થતા ૧૦ લોકોના મોત થયા હતા.  વધુ રેલ અકસ્માત પછી રેલ્વેના મુસાફરીની સુરક્ષા અંગેની ટેકનિકલ બાબતો પર સવાલ ઉઠવા લાગ્યા છે. ભારતમાં સ્વદેશી રીતે તૈયાર થયેલા સ્વચાલિત ટ્રેન સુરક્ષા પ્રણાલી 'કવચ'ની પણ ચર્ચા થવા લાગી છે. સુરક્ષા પ્રણાલી આરડીએસઓના ત્રણ ભારતીય સંસ્થાનોએ સંયુકત રીતે વિકસિત કરી છે. 

'કવચ પ્રણાલી એક ટ્રેક પર બે ટ્રેનો દોડતી હોય ત્યારે દુર્ઘટના રોકવામાં મદદ કરે છે. પ્રાપ્ત માહિતી અનુસાર દાર્જિલિંગમાં એક પાટા પર દોડતી ટ્રેનોમાં આ સુરક્ષા પ્રણાલી ન હતી. ભારતીય રેલ્વે ૬૯ હજાર કિમી લંબાઇના રુટનું સંચાલન કરે છે જેમાંથી ૧૫૦૦ કિમી ટ્રેન ટ્રેક પર જ કવચ પ્રણાલી નાખવામાં આવી છે એમાં પણ સુરક્ષા પ્રણાલી માત્ર દક્ષિણ મધ્ય રેલવ ક્ષેત્રમાં જ વધુ જોવા મળે છે.


રેલવેમાં સુરક્ષા કવચનો દાવો સાવ પોકળ, ૬૯૦૦૦  કિમીની રેલલાઇનમાં માત્ર ૧૫૦૦ કિમીમાં જ સેફ્ટી 2 - image

અગાઉ સુરક્ષા કવચના વિસ્તરણના ભાગરુપે દક્ષિણ મધ્ય રેલ્વે ક્ષેત્રમાં વાડી- વિકારાબાદ,સનતનગર અને વિકારાબાદ-બીદરમાં ૨૫ સ્ટેશનોને કવર કરીને ૨૬૪ કિમી લંબાઇ સુધી લગાવવામાં આવી હતી. ૨૦૨૦-૨૧ દરમિયાન ૩૨ સ્ટેશનોને કવર કરીને ૩૨૨ કિમી, ૨૦૨૧-૨૨માં ૭૭ સ્ટેશનોમાં ૮૫૯ કિમી વિસ્તારમાં સુરક્ષા પ્રણાલી ગોઠવવામાં આવી હતી. નિષ્ણાતોનું માનવું છે કે સુરક્ષા કવચ પ્રણાલીની ગોઠવણમાં રેલ્વેના વધુને વધુ રુટને આવરી લેવામાં આવેતો અક્સ્માતની સંખ્યા ઘટાડી શકાય છે. 

'કવચ પ્રણાલી એક ટ્રેક પર બે ટ્રેનોને દોડતી અટકાવે છે

ડ્રાઇવર જયારે બ્રેક લગાવવામાં નિષ્ફળ જાય ત્યારે કવચ પ્રણાલી બ્રેક લગાવીને ટ્રેનની ઝડપને કાબુમાં લે છે. આરએફઆઇડી (રેડિયો ફ્રીકવન્સી આઇડેન્ટિફિકેશન) ટેગ પાટા, સ્ટેશન યાર્ડ, સિગ્નલ પાટાની ઓળખ અને ટ્રેનની દિશા જાણવા માટે લગાવવામાં આવે છે.જેવી આ સિસ્ટમ સક્રિય થાય કે તરત જ ટ્રેનને સુરક્ષિત પસાર થવા માટે ૫ કિમીના ઘેરાવાની ટ્રેનો બાજુના ટ્રેક પર થોભી જાય છે.


Google NewsGoogle News