Get The App

'હિન્દુસ્તાનનો અર્થ હિન્દુઓની જમીન, હિન્દી ભાષાની નહીં..' નીતીશ કુમારને સદગુરુનો સજ્જડ જવાબ

બિહારના મુખ્યમંત્રીના નિવેદન પર હવે સદગુરુ જગ્ગી વાસુદેવની પ્રતિક્રિયા સામે આવી

સદગુરુએ નીતીશ કુમારને આવા નિવેદનો આપવાથી બચવા કહ્યું

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
'હિન્દુસ્તાનનો અર્થ હિન્દુઓની જમીન, હિન્દી ભાષાની નહીં..' નીતીશ કુમારને સદગુરુનો સજ્જડ જવાબ 1 - image


Sadguru Reply To Nitish Kumar on Hindi Language Controversy | દિલ્હીમાં યોજાયેલી INDIA ગઠબંધનની બેઠકમાં સીએમ નીતીશ કુમારના 'હિન્દી આવડવી જોઈએ...' ળા નિવેદન પર વિવાદ છંછેડાયો છે. બિહારના મુખ્યમંત્રીના નિવેદન પર હવે સદગુરુ જગ્ગી વાસુદેવની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે નીતીશ કુમારને આવા નિવેદનો આપવાથી બચવા કહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સદગુરુએ રાજ્યો વચ્ચે ભાષાકીય અંતર પણ સમજાવ્યું. 

નીતીશ કુમાર શું બોલ્યા હતા? 

ખરેખર તો તાજેતરમાં આયોજિત INDIA ગઠબંધનની બેઠકમાં નીતીશ કુમારે દક્ષિણ ભારતના નેતાઓને કહ્યું હતું કે આપણે આપણા દેશને હિન્દુસ્તાન કહીએ છીએ અને હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે એટલા માટે આ ભાષા આપણને આવડવી જોઈએ. 

સદગુરુ શું જવાબ આપ્યો? 

સદગુરુ જગ્ગી વાસુદેવે ટ્વિટર પર પોસ્ટમાં લખ્યું કે આદરણીય નીતીશ કુમાર, હિન્દુસ્તાનનો અર્થ એ ભૂમિ છે જે હિમાલય અને  ઈન્દુ સાગર વચ્ચે સ્થિત છે અથવા હિન્દુઓની જમીન છે ન કે હિન્દુ ભાષાની જમીન. રાજ્યોને ભાષાને ધ્યાનમાં રાખીને એટલા માટે વિભાજિત કરાયા કે જેથી દેશમાં તમામ ભાષાઓને સમાન દરજ્જો મળી રહે. ભલે એ ભાષા બોલનારી વસતીમાં મોટુ અંતર કેમ ન હોય. તમારાથી આદરપૂર્વક આગ્રહ છે કે આવા તુચ્છ નિવેદનો આપતા બચો કેમ કે એવા અનેક રાજ્યો છે જેમની પોતાની ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ જોડાયેલી છે. 

વિવાદ કેવી રીતે સર્જાયો? 

હિન્દી ભાષા પર વિવાદ ત્યારે સર્જાયો જ્યારે INDIA ગઠબંધનની બેઠકમાં નીતીશ કુમારે હિન્દી ભાષામાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન ડીએમકે નેતા ટી.આર.બાલુએ આરજેડીના સાંસદ મનોજ ઝાને સીએમ નીતીશના ભાષણનું અંગ્રેજી ભાષામાં અનુવાદ કરવા આગ્રહ કર્યો હતો. જ્યારે મનોજ ઝાએ નીતીશ કુમારથી મંજૂરી માગી તો બિહારના મુખ્યમંત્રી ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું કે આપણે આપણા દેશને હિન્દુસ્તાન બોલીએ છીએ અને હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે. આપણને એ ભાષા આવડવી જોઈએ. સાથે જ તેમણે ભાષણનું અનુવાદ કરવાની મંજૂરી પણ નહોતી આપી. 

'હિન્દુસ્તાનનો અર્થ હિન્દુઓની જમીન, હિન્દી ભાષાની નહીં..' નીતીશ કુમારને સદગુરુનો સજ્જડ જવાબ 2 - image


Google NewsGoogle News