સચિન અને વિરાટ કોહલીને મળ્યું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ, આ દિવસે અયોધ્યા જશે બંને દિગ્ગજ
નવી દિલ્હી,તા.6 ડિસેમ્બર 2023, બુધવાર
લાંબી રાહ જોયા બાદ, અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામની પ્રતિમાને 22 જાન્યુઆરી 2024 ના દિવસે સ્થાપિત કરવામાં આવશે. રામજન્મભૂમિની તરફેણમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મંદિરનું નિર્માણ 2019માં શરૂ થયું હતુ અને હવે આ મંદિર લગભગ તૈયાર છે, જે જાન્યુઆરીમાં રામ લાલાની મૂર્તિની સ્થાપના પછી વિશ્વભરના રામ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે.
આ ઐતિહાસિક દિવસને વધુ ખાસ બનાવવા માટે દેશભરમાંથી ઘણી પ્રખ્યાત હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે, જેમાં ભારતના બે મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને વિરાટ કોહલી પણ સામેલ છે. મહત્વનું છેકે, મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં PM મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહેલેથી જ હાજર રહેશે.
એક અહેવાલ અનુસાર, રામ મંદિરના અભિષેક કાર્યક્રમ માટે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી બંનેને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જો આમ થશે તો આ પહેલીવાર બનશે જ્યારે ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર આ બે ભારતીય ખેલાડીઓ ધાર્મિક સ્થળ પર એક કાર્યક્રમમાં જોવા સાથે જશે.
લગભગ 8000 મહાનુભાવો હાજરી આપશે
પવિત્ર મંદિર જાન્યુઆરી 2024 સુધીમાં તૈયાર થઈ જશે. આ ખાસ કાર્યક્રમ માટે પ્રતિષ્ઠિત ક્રિકેટ જોડી ઉપરાંત લગભગ 8000 મહાનુભાવોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. રામ લલ્લાની પ્રતિમાના ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત, ભારત રત્ન સચિન તેંડુલકર, વિરાટ કોહલી સહિત અનેક વિશેષ હસ્તીઓ હાજરી આપશે.
વિરાટ કોહલીના કેટલાક ચાહકોનું માનવું છે કે, જ્યારથી તેણે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે ત્યારથી તેનું ફોર્મ પણ પાછું આવ્યું છે અને હવે તે તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમી રહ્યો છે.