કોંગ્રેસ-તૃણમૂલના વિવાદ વચ્ચે સચિન પાયલોટે ઝંપલાવ્યું, કહ્યું- ‘બંને વચ્ચે ઑલ ઈઝ વેલ’

કોંગ્રેસની ચૂંટણી તૈયારીમાં ‘ભારત જોડો ન્યાયા યાત્રા’નો પ્રતિકૂળ પ્રભાવ દેખાઈ રહ્યો નથી : સચિન પાયલોટ

પાયલોટે કહ્યું, ભાજપ ગઠબંધનની તાકાત જોઈ ચિંતિત બન્યું, અમે બેઠક વહેંચણી અંગે તૃણમુલ સાથે વાત કરીશું

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસ-તૃણમૂલના વિવાદ વચ્ચે સચિન પાયલોટે ઝંપલાવ્યું, કહ્યું- ‘બંને વચ્ચે ઑલ ઈઝ વેલ’ 1 - image

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની ત્રીજી ટર્મ અટકાવવા ઈન્ડિયા ગઠબંધન (I.N.D.I.A. Alliance) મેદાનમાં આવ્યા બાદ પોતાના જ ગઠબંધનમાં એકબીજા વચ્ચે શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે. ગઠબંધનમાં સામેલ વિવિધ પક્ષો એકબીજા પર આડકતરા નિશાન સાધતા હોવાના ઘણા અહેવાલો અગાઉ સામે આવી ચુક્યા છે. રાહુલ ગાંધી (Rahul Gandhi)ની ‘ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyaya Yatra)’ને લઈ કોંગ્રેસ (Congress) અને તૃણમુલ (TMC) વચ્ચે ઘણા સમયથી વાકયુદ્ધ ચાલી રહ્યું છે, તો બીજીતરફ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે (Bihar CM Nitish Kumar) પણ દેશમાં ઈન્ડિયા ગઠબંધનને અને રાજ્યમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ને રઝળતા મુકી BJPનો હાથ પકડી સરકાર બનાવી છે. આ તમામ બાબતો વચ્ચે રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલોટે (Sachin Pilot) ઈન્ડિયા ગઠબંધનને આગળ ધપાવવાના પ્રયાસો શરૂ કર્યા હોય, તેવું જોવા મળી રહ્યું છે. પાયલોટે ગઠબંધનમાં તૃણમુલ કોંગ્રેસની ભૂમિકા અંગે મોટી પ્રતિક્રિયા આપી છે.

‘ઈન્ડિયા ગઠબંધનથી ભાજપ ચિંતિત’

ઈન્ડિયા ગઠબંધનના કેટલાક પક્ષો એનડીએમાં સામેલ થતા સચિન પાયલોટે ભાજપ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘અમારું વિપક્ષી ગઠબંધન મજબૂત છે અને ભાજપ આ ગઠબંધનની સામૂહિક તાકાત જોઈ ચિંતિત બન્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી ( West Bengal CM Mamata Banerjee) ઈન્ડિયા ગઠબંધનનો ભાગ છે. તેમની સાથે વાતચીત કરી ટુંક સમયમાં બેઠક વહેંચણી અંગેનો ઉકેલ લવાશે.’

400 બેઠકો જીતવાનો દાવો ભાજપનો ઘમંડ

તેમણે વધુમાં કહ્યું કે, ‘ભાજપે 370 બેઠકો જીતવાનો અને એનડીએને 400 બેઠકો મળવાનો દાવો કર્યો છે, પરંતુ તે જમીની સ્તરે અવ્યવહારિક છે અને આ તેમનો ઘમંડ દર્શાવી રહ્યો છે.’

ચૂંટણી તૈયારીઓમાં યાત્રાની પ્રતિકૂળ અસર નહીં

પાયલોટે રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ અંગે કહ્યું કે, ‘પક્ષની ચૂંટણી તૈયારીઓ પર યાત્રાની પ્રતિકૂળ અસર દેખાતી નથી.’ તેમણે કહ્યું કે, ‘અમે ગઠબંધનના સહયોગી પક્ષો સાથે બેઠક વહેંચણી અંગે સતત વાતચીત કરી રહ્યા છીએ.’


Google NewsGoogle News