Get The App

મંત્રીના લીધે શહીદની અંત્યેષ્ટિ દોઢ કલાક અટકાવાઈ, પેરાટ્રુપર લૌર સચિન રાજૌરીમાં થયા હતા શહીદ

ગામના લોકોએ અંતિમ દર્શન કર્યા બાદ મંત્રી આવે છે તેવી સૂચના મળી હતી

અલીગઢ જિલ્લાના ઈન્ચાર્જ તથા શેરડી વિકાસમંત્રી ચૌધરી લક્ષ્મણ નારાયણ મોડા આવ્યા

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
મંત્રીના લીધે શહીદની અંત્યેષ્ટિ દોઢ કલાક અટકાવાઈ, પેરાટ્રુપર લૌર સચિન રાજૌરીમાં થયા હતા શહીદ 1 - image


Jammu and Kashmir Encounter News | જમ્મુના રાજૌરીમાં આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા સચિન લૌરનો (Sachin Laur) પાર્થિવ દેહ 24 નવેમ્બરે તેમના ગામે પહોંચાડાયો હતો. આ દરમિયાન અંતિમ દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. જેના બાદ પાર્થિવ દેહને અંત્યેષ્ટિ માટે ગામના શ્મશાન ઘાટ લઈ જવાયો હતો. આ સૌની વચ્ચે મંત્રી આવે છે તેવી સૂચના મળી અને તેમના આગમન સુધી શહીદની અંત્યેષ્ટિ લગભગ દોઢ કલાક સુધી અટકાવી રખાઈ. 

મંત્રીને કારણે થયો વિલંબ 

ખરેખર 24 નવેમ્બરે સચિન લૌરનો પાર્થિવદેહ નગરિયા ગૌરૌલા ગામે પહોંચી ગયો હતો. અંતિમ દર્શન બાદ જ્યારે પાર્થિવ દેહને શ્મશાન ઘાટ લઈ જવાઈ રહ્યો હતો ત્યારે જ અલીગઢ જિલ્લાના ઈન્ચાર્જ તથા શેરડી વિકાસમંત્રી ચૌધરી લક્ષ્મણ નારાયણ આવી રહ્યા છે તેવી જાણકારી મળી. તેમના ત્યાં પહોંચવા સુધી દોઢ કલાકનો સમય થયો અને ત્યાં સુધી અંતિમ સંસ્કારની વિધિ અટકાવી રખાઈ હતી. 

મંત્રીના લીધે શહીદની અંત્યેષ્ટિ દોઢ કલાક અટકાવાઈ, પેરાટ્રુપર લૌર સચિન રાજૌરીમાં થયા હતા શહીદ 2 - image


Google NewsGoogle News