...તો આ કારણે સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઊતરી ગઈ? દુર્ઘટના કે કાવતરું? IB તપાસમાં જોડાઈ

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
sabarmati-exp-derailed
Image : IANS 

Sabarmati Express Accident: હજુ બે દિવસ પહેલા જ અમદાવાદથી મુંબઇ જઇ રહેલી ડબલ ટેકર ટ્રેન નંબર (12935)ના ડબ્બા સુરત નજીક છૂટા પડી ગયા. ત્યારે શુક્રવારે (16 ઓગસ્ટ) મોડી રાતે લગભગ 2:30 વાગ્યે ગાડી નંબર 19168 સાબરમતી એક્સપ્રેસના 22 ડબા પાટા પરથી ખડી પડ્યા હતા. જોકે મોટી જાનહાની ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ટ્રેન વારાણસીથી અમદાવાદ આવી રહી હતી. આ ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) દુર્ઘટનાને લઈને મહત્ત્વની અપડેટ સોશિયલ મીડિયા એક્સ (X) પર આપી હતી.

રેલવે મંત્રીએ દુર્ઘટનાને લઈને એક્સ પર માહિતી આપી

વારાણસીથી અમદાવાદ આવી રહેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કાનપુરના ભીમસેન સ્ટેશન પાસે 22 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. સદનસીબે કોઈ મોટું જાનમાલનું નુકસાન ન થતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. રેલવે તંત્ર પર દુર્ઘટનાને લઈને સવાલો ઉઠ્યા હતા. ત્યારે રેવલે મંત્રી (Railway Minister)એ જ એક્સ પર દુર્ઘટનાની માહિતી આપી હતી.  અશ્વિની વૈષ્ણવે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે કાનપુર નજીક ટ્રેક પર રાખવામાં આવેલી વસ્તુ સાથે અથડાયા બાદ સાબરમતી એક્સપ્રેસ (Sabarmati Express)નું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. ઉગ્ર હુમલાના નિશાન જોવા મળ્યા છે. પુરાવા સલામત છે. આઈબી અને ઉત્તર પ્રદેશ પોલીસ પણ આ અંગે કામ કરી રહી છે. આવા સંજોગોમાં આશંકા વધુ પ્રબળ બની છે કે સાબરમતી એક્સપ્રેસનું પાટા પરથી ઉતરવું માત્ર એક અકસ્માત છે કે પછી તેની પાછળ કોઈ ષડયંત્ર છે?

ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા : આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર

ડ્રાઈવરના જણાવ્યાનુસાર પ્રથમ દૃષ્ટિએ બોલ્ડર એન્જિન સાથે અથડાયો હતો અને એન્જિનનું કેટલ ગાર્ડ ખરાબ રીતે નુકસાનગ્રસ્ત થયું હતું જેના લીધે આ ઘટના બની હતી. આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર સંતોષ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે 'ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રયાગરાજ ડિવિઝનના ડીઆરએમ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે તમામ વ્યવસ્થા કરીને મુસાફરોને બસ દ્વારા કાનપુર મોકલવામાં આવી રહ્યા છે.'

 આ પણ વાંચો : બિહારમાં વધુ એક બ્રિજે લીધી 'જળસમાધિ'! 1710 કરોડના ખર્ચે નિર્માણાધીન બ્રિજનો પિલ્લર ધરાશાયી

અનેક ટ્રોનોની અવર-જવરને અસર થઈ

ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓ અને રેલવેના અધિકારીઓના અહેવાલ અનુસાર ટ્રેનોની અવર-જવરને અસર થઈ છે. ઘણી બધી ટ્રેનો પણ હવે મોડી પડી શકે છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશના રુટમાં આવતી ટ્રેનોની અવર-જવરને અસર થશે. ઉપરાંત દુર્ઘટનાને પગલે અનેક ટ્રેનોના રૂટને પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

...તો આ કારણે સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઊતરી ગઈ? દુર્ઘટના કે કાવતરું? IB તપાસમાં જોડાઈ 2 - image


Google NewsGoogle News