ટ્રમ્પની શપથવિધિ પહેલા અમેરિકાના પ્રવાસે જયશંકર, ટેરિફ મુદ્દે થશે ચર્ચા?
S Jaishankar US Visit : વિદેશ મંત્રી એસ. જયશંકર 6 દિવસના અમેરિકાના પ્રવાસે જવા નીકળ્યાં છે. વિદેશ મંત્રાલય મુજબ, આ દરમિયાન તેઓ કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરીને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. જ્યારે ટ્રમ્પની શપથવિધિ પહેલા જયશંકર આ પ્રવાસ કરી રહ્યા હોવાથી તેની અહેમિયત ઘણી વધુ જણાય છે. વિદેશ મંત્રાલય દ્વારા જયશંકરના અમેરિકા પ્રવાસના કાર્યક્રમની સંપૂર્ણ માહિતી જાહેર કરી નથી, પરંતુ મળતી માહિતી મુજબ જયશંકર ટ્રમ્પની ટીમને ભારતની જરૂરત સમજાવાની કોશિશ કરશે અને ટેરિફ મુદ્દે પણ ચર્ચા કરી શકે છે.
જયશંકર અમેરિકાના પ્રવાસે નીકળ્યા આવા સમયે અનેક મુદ્દાઓ સામે આવ્યા છે. જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. ત્યાની સરકાર સતત ભારત વિરોધી નિર્ણય લઈ રહી છે. તેવામાં ટ્રમ્પે પણ સાફ કહ્યું છે કે, બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા કરવી જ પડશે. આ દરમિયાન જયશંકરની અમેરિકાની મુલાકાત મહત્ત્વપૂર્ણ છે. જ્યારે અન્ય એક મુદ્દો ડીપ સ્ટેટનો છે. જેમાં ભાજપ સવાલો ઉઠાવી રહી છે કે, કેટલાક ડીપ સ્ટેટ એક્ટર્સ ભારતને અસ્થિર કરવાની કોશિશ કરી રહ્યા છે. અમેરિકાના કેટલાક ઉદ્યોગપતિના નામ લેવામાં આવી રહ્યા છે, ત્યારે તેના પર પણ નજર રહેશે.
ટેરિફ સૌથી મોટો મુદ્દો
પરંતુ સૌથી મોટો મુદ્દો ટેરિફને લઈને છે. ડોનાલ્ડ ટ્રમ્પને ગયા અઠવાડિયે ટેરિફને લઈને ભારત પ્રત્યેનું શખ્ત વલણ દખાવ્યું હોવાના સંકેત આપ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે, 'જો તેઓ આપણા પર ટેક્સ લગાવે છો તો અમે પણ તેમના પર એટલો જ ટેક્સ લગાવીશું. મ્યુચ્યુઅલ શબ્દ ઘણો મહત્ત્વપૂર્ણ છે. કારણ કે જો ભારત અમારી પાસે 100 ટકા ટેક્સ લે છે, તો શું અમે આના બદલામાં તેમની પાસેથી કાંઈ નહી લઈએ? તમે જાણો છે કે, તેઓ આપણાથી 100-200 ટકા ટેરિફ લે છે. ભારત સૌથી વધુ ટેક્સ લે છે. બ્રાઝિલ પણ. જો તેમની અમારી પાસેથી ટેક્સ લેવા ઈચ્છે છો તો વાંધો નહી, અમે પણ ટેક્સ વસૂલીશું.'
અમેરિકાના રાજદૂતે શું કહ્યું?
ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટીએ વ્યાપારમાં વધારો કરવા માટે અને યોગ્ય સંતુલન જાળવવા માટે બંને દેશો વચ્ચે ટેરિફ ઓછું કરવાની વાત કરી હતી. 19 ડિસેમ્બરે એક કાર્યક્રમમાં ગાર્સેટીએ કહ્યું કે, 'આપણે સાથે મળીને ટેરિફ ઓછું કરવાની જરૂરત છે અને વ્યાપાર વધારવામાં પણ...'
આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની મોટી ફજેતી, ગલ્ફ દેશોમાં એન્ટ્રી પર મૂક્યો પ્રતિબંધ
આ વર્ષે જૂનમાં મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ જયશંકરનો આ બીજો અમેરિકાનો પ્રવાસ છે. જયશંકર છેલ્લે અમેરિકાનો પ્રવાસ કર્યો હતો કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ જો બાઈડન, ઑસ્ટ્રેલિયના વડાપ્રધાન એન્થની અલ્બાની અને ભૂતપૂર્વ જાપાની સમકક્ષ ફુમિયો કિશિદા સાથે ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે અમેરિકા ગયા હતા. ત્યારબાદ બાઈડને PM મોદીનું વિલ્મિંગ્ટન, ડેલવેર ખાતેના તેમના અંગત નિવાસસ્થાને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.