'દરેક રામને લક્ષ્મણની જરૂર હોય છે..' જયશંકરે રામાણયણથી પડોશી દેશોને આપ્યો ખાસ સંદેશ
વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતની વધતી વૈશ્વિક ભૂમિકાને રેખાંકિત કરી
આપણે આપણો ઈતિહાસ, આપણી સભ્યતા ન ભૂલવી જોઈએ : વિદેશ મંત્રી
S Jaishankar Talks About Ramayan : વિદેશમંત્રી (Foreign Minister) એસ. જયશંકરે (S Jaishankar) ફરી એકવાર રામાયણનો ઉલ્લેખ કરતા કહ્યું કે તમામ દેશોએ તેમના પડોશી દેશોની તે જ રીતે પરીક્ષા કરવી જોઈએ જે રીતે ભગવાન પરશુરામે પ્રભુ શ્રી રામની પરીક્ષા કરી હતી. જેવી રીતે દરેક રામને લક્ષમણની જરૂર હતી તેવી જ રીતે દરેક દેશને તેવી જ મિત્રતાની જરૂર છે.
દરેક દેશને પોતાની આસપાસ મજબૂત મિત્રતાની જરૂર : એસ. જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સહયોગી સંસ્થા ભારતીય વિચાર કેન્દ્ર (BVK) દ્વારા આયોજિત ત્રીજા પી પરમેશ્વરન સ્મારક વ્યાખ્યાનને સંબોધતા ફરી એકવાર રામાયણના પાત્રો દ્વારા સમગ્ર વિશ્વમાં ભારતની વધતી વૈશ્વિક ભૂમિકાને રેખાંકિત કરી છે. તેમણે કહ્યું કે જે રીતે રામાયણમાં ભગવાન રામ અને લક્ષ્મણની જોડી હતી, તેવી જ રીતે દરેક દેશને પોતાની આસપાસ મજબૂત મિત્રતાની જરૂર હોય છે.
આજે ભારતના પડોશી દેશો વધુ સુરક્ષિત અનુભવે છે : વિદેશમંત્રી
તેમણે વધુમાં હાલના સમયમાં ભારતની બદલાતી વૈશ્વિક સ્થિતિનું ઉદાહરણ આપતા કહ્યું કે આજે ભારતના પડોશી દેશો વધુ સુરક્ષિત અનુભવે છે અને ભારત પ્રત્યે તેમનો વિશ્વાસ અને સન્માન વધ્યું છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ઝડપથી વિકાસ કરી રહેલા ભારતે વૈશ્વિક સ્તરે મોટી ભૂમિકા ભજવવા માટે તૈયાર રહેવું જોઈએ. જો કે, તેમણે કહ્યું કે આપણે આપણો ઈતિહાસ, આપણી સભ્યતા ન ભૂલવી જોઈએ કારણ કે આ તે વસ્તુઓ છે જે આપણને બાકીની દુનિયાથી અલગ કરે છે.