'હવે ભારત લાફો ખાઈને બીજો ગાલ આગળ નહીં કરે', જાણો વિદેશમંત્રી જયશંકરે કેમ આમ કહ્યું...

આતંકવાદને ગેરકાયદેસર જાહેર કરવો જોઈએ : એસ જયશંકર

ભારત છેલ્લા 10 વર્ષથી બદલો ચુકવી રહ્યું છે, પરંતુ હવે ઈંટનો જવાબ પથ્થરથી આપવાની નીતિ અપનાવાશે

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
'હવે ભારત લાફો ખાઈને બીજો ગાલ આગળ નહીં કરે', જાણો વિદેશમંત્રી જયશંકરે કેમ આમ કહ્યું... 1 - image
Image Twitter 

તા. 23 ડિસેમ્બર 2023, શનિવાર 

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ગત ગુરુવારના રોજ આતંકવાદીઓ દ્વારા સેનાના વાહનો પર અચાનક હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં ચાર જવાનોના શહીદ થયા બાદ નિવેદન આપતા વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે મીડિયાને સંબોધતા કહ્યું કે, ભારત હવે થપ્પડ ખાઈને કોઈની આગળ બીજો ગાલ નહી ધરે. ભારત છેલ્લા 10 વર્ષથી બદલો ચૂકવી રહ્યું છે, પરંતુ હવે અમે ઈંટનો જવાબ પથ્થરથી આપવાની નીતિ અપનાવી છે. આતંકવાદ ભારતની આઝાદીના સમયથી શરુ થયો હતો, જ્યારે એ હુમલાખોરો પાકિસ્તાનથી આવ્યા હતા. પહેલા જ દિવસથી આપણે આતંકવાદનો સામનો કરી રહ્યા છીએ. અને તેના વિશે આપણે કેટલીક બાબતોમાં સ્પષ્ટ થવું પડશે, કારણ કે જે વસ્તુને તમે નથી સમજતા, તેનો જવાબ નથી આપી શકતા. 

હવે ઈંટનો જવાબ પથ્થરથી આપશે ભારત

જયશંકરે કહ્યુ કે, મને લાગે છે કે આજે દેશમાં જે બદલાયું છે, તે ખાસ કરીને મુંબઈ પર  26/11ના ભયાનક આતંકવાદી હુમલો મારા માટે એક ટર્નિંગ પોઈન્ટ હતો. 26/11 ના નગ્ન સત્ય, તેની ભયાનક અસરને જોતા પહેલા ઘણા લોકો ભ્રમમાં હતા. તેમણે કહ્યુ કે, હવે કોઈ એક ગાલ પર  થપ્પડ મારે તો બીજો ગાલ ધરવાની નીતિ હવે નથી રહી. 

સરહદ પર કોઈ આતંકવાદ કરી રહ્યું હોય, તો જવાબ આપવો જ પડશે

તેમણે વધુમાં કહ્યુ કે, હવે સૌથી પહેલા તેનો જવાબ આપવો જોઈએ કારણ કે, કેટલાક લોકો કહે છે કે થપ્પડ ખાધા પછી અમારી બીજો ગાલ ધરવાની વ્યૂહનીતિ ખૂબ જ સારી હતી. મને નથી લાગતું કે દેશનો આ મિજાજ છે, મને નથી લાગતું કે આ સમજદારી છે. જો કોઈ સરહદ પર આતંકવાદ કરી રહ્યું હોય તો જવાબ આપવો જ પડશે, તેનાથી છુટકારો મેળવવા માટે હવે પૈસાનો ખર્ચ કરવો પડશે.

આતંકવાદ સામે ભારતની મોટી કાર્યવાહી

જયશંકરે કહ્યું કે, આતંકવાદ સામે લડવા માટે આ ત્રણ મોરચે કામ કરવામાં આવી રહ્યું છે. પહેલી મહત્ત્વની વાત છે કે આપણે એવી ક્ષમતા, માનસિકતા અને ઈચ્છાશક્તિ કેવી રીતે વિકસિત કરીએ. તમે છેલ્લા દસકાથી આ ફેરફાર જોઈ શકો છો. બીજુ આતંકવાદને ગેરકાયદે જાહેર કરવો જોઈએ. આ સાથે દુનિયાએ તેના પર એવું વિચારવુ જોઈએ કે આ ભારત અને પાકિસ્તાનનો જૂનો વિવાદ ચાલી રહ્યો છે. ત્રીજુંતેમણે કહ્યુ કે, 2030 માં શું થશે? તેના બે જવાબ છે, આતંકવાદને સતત ગેરલાયક જાહેર કરવો જોઈએ. એ દેશોની સ્થિતિ જાણવી જોઈએ જે દેશો આતંકવાદને પોષે છે, તેને પનાહ આપે છે. આપણે જાણીએ છીએ કે તેમણે કેવું નુકસાન સહન કરવું પડે છે. પાડોશી દેશ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.  


Google NewsGoogle News