'ભારતને બદનામ કરવા માંગે છે ઇન્ટરનેશનલ ખાન માર્કેટ ગેંગ', ચૂંટણીને લઈને એસ.જયશંકરે ચેતવ્યા

Updated: May 24th, 2024


Google NewsGoogle News
'ભારતને બદનામ કરવા માંગે છે ઇન્ટરનેશનલ ખાન માર્કેટ ગેંગ', ચૂંટણીને લઈને એસ.જયશંકરે ચેતવ્યા 1 - image

S Jaishankar on Western Media : ભારત અંગે પશ્ચિમી મીડિયાના રિપોર્ટિંગને લઈને વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે સવાલ ઉઠાવ્યા છે. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, 'હું તમને જણાવવા માંગું છું કે, એક ઈન્ટરનેશનલ ખાન માર્કેટ ગેંગ પણ છે. આ તે લોકો છે જે અહીંના હકદાર લોકોથી જોડાયેલા છે. હું તેમની સાથે સામાજિક રીતે સહજ છું... એટલા માટે મને લાગે છે કે જ્યારે ઘરેલૂ ખાન બજારમાં વેચાણ ઓછું થઈ જાય છે, તો ઈન્ટરનેશનલ ખાન બજાર ગેંગને લાગે છે, મને આ લોકોને પ્રોત્સાહિત કરવા અને તેમને સમર્થન આપવાની જરૂર છે.' ભારતીય રાજનીતિની દિશા અને ભારતીય મતદારોની પસંદને પ્રભાવિત કરવા અને ખુબ સ્પષ્ટ પ્રયાસ કરાઈ રહ્યો છે. આ ચૂંટણીના સમયે ચરમ પર હોય છે, પરંતુ આ ત્યારબાદ પણ શરૂ રહે છે.

એસ.જયશંકરે કહ્યું કે, તેઓ રેન્કિંગ શું છે? તે તમને નિરાશ કરવા, તમને ગેરકાયદે ગણાવવા, એ બતાવવાનો પ્રયાસ છે કે તમામ વસ્તુઓ ભારતમાં ખોટી છે કારણ કે ભારત તેમને જે પરિણામ આપી રહ્યું છે તે તેમને પસંદ નથી. કોંગ્રેસના આરોપ છે ભાજપ અનામત અને બંધારણ ખતમ કરી દેશે... પરંતુ વિદેશ મંત્રી એસ.જયશંકરને સવાલ કરાયો. જેમાં તેમણે કહ્યું કે, આ દેશમાં અનામત પર હુમલો કોણે કર્યો? આ કોંગ્રેસ પાર્ટી અને 'I.N.D.I.' ગઠબંધનના કેટલાક અન્ય પક્ષોએ કર્યો છે. વ્યવસ્થિત રીતે આસ્થાના તર્કનો ઉપોયગ કરાયો અને અલ્પસંખ્યક સંસ્થાન બનાવાયું અને જેની પાસે અનામત હતું, તેમની પાસેથી અનામત છીનવી લેવાયું. બંધારણમાં 80 સંશોધન કોના દ્વારા કરાયા હતા? આ કોંગ્રેસ પાર્ટી છે જેમનો બંધારણ બદલવાનો રેકોર્ડ છે. તેમ છતા હવે કોંગ્રેસ કહેવાનું સાહસ કરી રહી છે કે અન્ય લોકોની નીતિ બંધારણ બદલવાની છે.'

મેં 10-11 રાજ્યોમાં પ્રચાર કર્યો અને... : એસ.જયશંકર

લોકસભા ચૂંટણીમાં પ્રચાર પર વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે, મેં 10-11 રાજ્યોમાં પ્રચાર કર્યો છે, મારે બે રાજ્યોમાં જવાનું છે. મારા માટે પ્રચાર અલગ હતો. મેં ગુજરાત વિધાનસભા ચૂંટણી અને કર્ણાટકમાં પ્રચાર કર્યો છે. પરંતુ લોકસભા ચૂંટણી અલગ હોય છે. રાજકીય રીતે જાગરૂક મતદાતા હોવું એક અલગ વાત છે પરંતુ જ્યારે તમે ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છો, પ્રચાર કરી રહ્યા છો, બીજાને પ્રેરિત કરી રહ્યા છો, આ એક અલગ અનુભવ છે.'

યુવા મતદારો સાથે વાતચીત પર જયશંકરે કહ્યું કે, 'હું વિદેશ નીતિ અને દુનિયામાં દેશની સ્થિતિમાં લોકોની રૂચિ જોઈને ખુબ પ્રભાવિત છું. મને લોકો યૂક્રેનમાં બચાવ અભિયાન દરમિયાન પડકાર અંગે સૌથી વધુ વખત પૂછે છે. રશિયા તેલ મુદ્દે અને PoK અંગે પણ ખુબ પૂછવામાં આવે છે. હું આશ્ચર્યચકિત રહી જાઉં છું જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં સીટના મુદ્દા પર ચર્ચા થઈ. જનતાને લાગે છે કે ભારતને તેના માટે પ્રયાસ કરવા જોઈએ.'


Google NewsGoogle News