‘અમેરિકા-કેનેડાની મુશ્કેલીઓ જુદી છે’ ખાલિસ્તાન સમર્થકોની હત્યાના આરોપો મુદ્દે જયશંકરની સ્પષ્ટ વાત

બેંગલુરુમાં આયોજિત એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી એસ.જયશંકરનો કેનેડાને આડકતરો સંદેશ

ભારત અન્ય દેશો દ્વારા ઉઠાવાયેલ ચોક્કસ મુદ્દાઓ પર ધ્યાન આપવા હંમેશા તૈયાર : જયશંકર

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
‘અમેરિકા-કેનેડાની મુશ્કેલીઓ જુદી છે’ ખાલિસ્તાન સમર્થકોની હત્યાના આરોપો મુદ્દે જયશંકરની સ્પષ્ટ વાત 1 - image

S Jaishankar On Pro-Khalistani  Attack Plot Allegations : કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર (Hardeep Singh Nijjar)ની હત્યાકાંડ તેમજ અમેરિકામાં ગુરપતવંત સિંહ પન્નુ (Gurpatwant Singh Pannu)ની હત્યાના ષડયંત્ર મામલે ભારત પર કેનેડા (Canada) અને અમેરિકા (America) દ્વારા ભારત (India)નો હાથ હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે, ત્યારે હવે આ મામલે ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. અમેરિકા અને કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોની હત્યાના પ્રયાસો મામલે ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે, આ બંને મામલા એક જેવા નથી. અમેરિકનોએ અમને કેટલીક બાબતોથી માહિતગાર કર્યા છે.

નિજ્જર અને પન્નુ... બંને મામલા એક જેવા નથી : જયશંકર

જયશંકરે નિજ્જર અને પન્નુ બાબતે કરાયેલા આક્ષેપો વચ્ચે અંતર હોવાનું જણાવી કહ્યું કે, ભારત અન્ય દેશો દ્વારા ઉઠાવાયેલ ચોક્કસ મુદ્દાઓ પર ધ્યાન આપવા હંમેશા તૈયાર છે. તેમણે કહ્યું કે, ‘માત્ર કેનેડા જ નહીં, પરંતુ કોઈપણ દેશને સમસ્યા હોય અને તે સમસ્યાઓ મામલે અમને ઈનપુટ અથવા કેટલાક આધાર આપશે, તો અમે તેના પર ચોક્કરથી વિચાર કરવા તૈયાર છીએ. તમામ દેશો આવું કરતા હોય છે.’ વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે, કેટલાક મુદ્દાઓ ઉઠાવાયા, પરંતુ બંને મુદ્દાઓ એક જેવા હોય તે જરૂરી નથી. જ્યારે તેમણે હત્યાના પ્રયાસનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે અમેરિકનોએ અમને કેટલીક બાબતોથી માહિતગાર કર્યા. 

પન્નૂની હત્યાના પ્રયાસ મામલે અમેરિકાએ ભારત પાસે માંગી મદદ

એસ.જયશંકરે બેંગલુરમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું કે, અમેરિકાએ ભારતને ખાલિસ્તાન ઉગ્રવાદી ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાના નિષ્ફળ કાવતરાની તપાસમાં સહયોગ આપવા કહ્યું છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે (DOJ) નિખિલ ગુપ્તા નામના વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અમેરિકાએ ભારત સરકારના એક કર્મચારી પર ઉગ્રવાદીઓને મારવા પેડ કિલરનો સહારો લીધો હોવાનો પણ આક્ષેપ કર્યો છે, જેના જવાબમાં વિદેશ મંત્રાલયે કથિત ષડયંત્રમાં પોતાના સરકારી અધિકારી હોવા પર ચિંતા વ્યક્ત કરી છે.

અમેરિકાના આક્ષેપો બાદ ભારત કરશે તપાસ

રિપોર્ટ મુજબ આ મહિનાની શરૂઆતમાં ભારતે કહ્યું હતું કે, તેઓ અમેરિકાના આક્ષેપો અંગે ગંભીરતાથી તપાસ કરશે. બંને દેશો વચ્ચે આ મામલે ઘણીવાર ચર્ચાઓ થઈ છે, તો કેન્દ્ર સરકારે પણ તપાસ કમિટીની રચના કરી છે.

મામલો શું હતો ?

કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મામલે તેમજ અમેરિકામાં ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્ર મામલે બંને દેશોએ ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. કેનેડાએ ભારતીય એજન્ડો પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની યોજના ઘડી હોવાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો બગડ્યા હતા. ત્યારબાદ અમેરિકામાં પન્નુની હત્યાનો પ્રયાસની ઘટના મામલે અમેરિકાએ પણ ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો, જેના અમેરિકાએ ભારત સરકારના સરકારી અધિકારીનો હાથ હોવાનો આક્ષેપ કર્યા બાદ કેન્દ્ર સરકારે તપાસ સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી. 


Google NewsGoogle News