વિદેશમંત્રી સાથે થયું ગજબ, વોટ આપવા ગયા તો યાદીમાં નામ જ નહોતું! પછી કર્યું એવું કે મળ્યું સર્ટિફિકેટ

Updated: May 25th, 2024


Google NewsGoogle News
વિદેશમંત્રી સાથે થયું ગજબ, વોટ આપવા ગયા તો યાદીમાં નામ જ નહોતું! પછી કર્યું એવું કે મળ્યું સર્ટિફિકેટ 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન આજે થઈ રહ્યું છે. આ તબક્કામાં દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે. કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર પણ મતદાન કરવા માટે તુગલક લેનમાં આવેલી અટલ આદર્શ સ્કૂલ પર પહોંચ્યા હતા. જો કે ત્યાં લગભગ 20 મિનિટ સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ તેમને ખબર પડી કે તેમનું નામ મતદાર યાદીમાં નથી. જેથી તેઓ મતદાન કર્યા વગર જ ઘરે પરત ફર્યા હતા. 

જ્યારે એસ. જયશંકરનું નામ ન મળ્યું મતદાર યાદીમાં 

તેમણે ઘરે આવીને તપાસ કરી તો ખબર પડી કે તેનું મતદાન કેન્દ્ર અલગ હતું. ત્યારબાદ તેણે અન્ય મતદાન મથક પર પોતાનો મત આપ્યો. તેમજ લોકોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા અપીલ પણ કરી હતી.

તેમના કેન્દ્ર પર મતદાન કરનાર પ્રથમ પુરુષ મતદાતા બન્યા વિદેશ મંત્રી 

દિલ્હીના જિલ્લા ચૂંટણી કાર્યાલય વતી એસ. જયશંકરને તે મતદાન મથક પર પ્રથમ પુરુષ મતદાર બનવાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. દિલ્હીના લોકસભા મતવિસ્તાર-04 મતદાન મથક નંબર-53 પર એસ. જયશંકર પ્રથમ પુરુષ મતદાતા હોવાથી તેમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ પોતે સર્ટિફિકેટ સાથે પોતાનો ફોટો સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કર્યો છે.

દેશની આ 58 બેઠકો પર છઠ્ઠા તબક્કામાં થઈ રહ્યું છે મતદાન 

દેશની 58 બેઠકો પર આજે છઠ્ઠા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે, તેમાં બિહાર અને બંગાળની 8-8, દિલ્હીની 7, હરિયાણાની 10, ઝારખંડની 4, ઉત્તર પ્રદેશની 14 અને જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ-રાજૌરી સીટ એમ છેલ્લી બેઠકોનો સમાવેશ થાય છે. અંતિમ તબક્કાની ચૂંટણી 1 જૂને યોજાશે અને ચૂંટણીના પરિણામો 4 મેના રોજ જાહેર થશે. 

વિદેશમંત્રી સાથે થયું ગજબ, વોટ આપવા ગયા તો યાદીમાં નામ જ નહોતું! પછી કર્યું એવું કે મળ્યું સર્ટિફિકેટ 2 - image


Google NewsGoogle News