ભારત અને ચીન વચ્ચે સમાધાન થવા પાછળ કોનો હાથ? એસ. જયશંકરે વિગતવાર આપ્યો જવાબ
India-China LAC Breakthrough : ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગને લઈને થયેલા નવા કરાર પર વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સૈન્ય અને કુશલ રણનીતિને શ્રેય આપ્યો છે. શનિવારે (26 ઓક્ટોબર, 2024) મહારાષ્ટ્રના પુણેમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, 'સંબંધોને સામાન્ય થવામાં હજી થોડીવાર છે. સ્વાભાવિક રીતે વિશ્વાસ અને સાથે મળીને કામ કરવાની ઈચ્છાને ફરી બનાવવામાં સમય લાગશે.'
રશિયા અને કઝાનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્વિપક્ષીય બેઠકને લઈને એસ. જયશંકરે કહ્યું કે, 'એ નિર્ણય લેવાયો હતો કે બંને દેશોના વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મળશે અને જોશે કે આગળ કેવી રીતે વધવાનું છે. જો આજે આપણે આ સ્ટેજ પર પહોંચ્યા છીએ, જ્યાં આપણે છીએ તો તેનું કારણ આપણા તરફથી પોતાની વાત પર અડગ રહેવા અને તેના માટે કરાયેલા દૃઢ પ્રયાસ છે. સેના દેશની રક્ષા માટે ખુબ જ અકલ્પનીય પરિસ્થિતિઓમાં (LAC પર) હાજર હતી. સેનાએ કામ કર્યું અને રણનીતિએ પોતાનું કામ કર્યું છે.'
'2020થી બોર્ડરની સ્થિતિ ખુબ જ અશાંત રહી'
વિદેશ મંત્રીએ કહ્યું કે, 'આજે ભારત 10 વર્ષ પહેલાની સરખામણીમાં પાંચ ગણા વધુ સંસાધન લાગી રહ્યા છે, જેના પરિણામ દેખાઈ રહ્યા છે. જોકે, વર્ષ 2020થી બોર્ડરની સ્થિતિ ખુબ જ અશાંત રહી અને સપ્ટેમ્બર 2020થી ભારત-ચીન સાથે સમાધન શોધવાના રસ્તાઓ પર વાતચીત કરી રહ્યું હતું. સૌથી મહત્ત્વની વાત એ હતી કે સૈનિકોને પાછળ હટાવવાના હતા કારણ કે તેઓ એકબીજાના ખુબ નજીક હતા અને ત્યાં કંઈપણ બની શકતું હતું. ત્યારબાદ બંને તરફથી સૈનિકોની સંખ્યા વધવાના કારણે તણાવ ઓછો થયો.'
'પેટ્રોલિંગને રોકવામાં આવી રહ્યું હતું'
એસ. જયશંકરે જણાવ્યું કે, 'એક મોટો મુદ્દો એ છે કે તમે બોર્ડરનું સંચાલન કેવી રીતે કરો છો અને બોર્ડર સમજૂતી પર વાતચીત કેવી રીતે કરો છો. હજુ જે કંઈ પણ થઈ રહ્યું છે તે પહેલો ભાગ છે, જે પાછળ હટવાનો છે. ભારત અને ચીન 2020 બાદ કેટલીક જગ્યાઓ પર આ વાત પર સહમત થયા કે સૈનિકોને પોતાના ઠેકાણા પર કેવી રીતે ફરશે. પરંતુ એક મહત્ત્વપૂર્ણ ભાગ પેટ્રોલિંગથી સંબંધિત હતો. પેટ્રોલિંગને રોકવામાં આવી રહ્યું હતું અને અમે છેલ્લા બે વર્ષોથી તેના પર વાતચીત કરવાના પ્રયાસ કરી રહ્યા હતા. તેવામાં 21 ઓક્ટોબરે જે થયું એ હતું કે તે વિશેષ વિસ્તાર દેપસાંગ અને ડેમચોકમાં અમે આ વાત પર સહમત થયા કે પેટ્રોલિંગ ફરીથી શરૂ થશે જેમ પહેલા થતું હતું.'
21 ઓક્ટોબર, 2024એ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ એલાન કર્યું હતું કે, 'છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલી ચર્ચાઓ બાદ બંને દેશ LAC પર પેટ્રોલિંગ વ્યવસ્થાને લઈને એક કરાર પર પહોંચ્યા છે, જ્યારબાદ સૈનિકોની વાપસી થઈ અને છેલ્લે જૂન 2020માં ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ બાદ વિસ્તારમાં ઉદ્ભવેલા મુદ્દાઓનો ઉકેલ આવી રહ્યો છે.'