Get The App

ધારાસભ્યની પત્નીએ લોથ મારી, લાદેન-અબ્દુલ કલામની તુલના કરી, હવે સ્પષ્ટતા કરવા મજબૂર

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
ધારાસભ્યની પત્નીએ લોથ મારી, લાદેન-અબ્દુલ કલામની તુલના કરી, હવે સ્પષ્ટતા કરવા મજબૂર 1 - image


Image Source: Twitter

Ruta Awhad comparing  APJ Abdul Kalam with Osama bin Laden: મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવા મુદ્દા પર મહાવિકાસ અઘાડી અને મહાયુતિ વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું છે. NCP શરદ પવાર જૂથના નેતા જીતેન્દ્ર આહ્વાદની પત્નીના વિવાદાસ્પદ નિવેદન પર રાજકારણ ગરમાયું છે. શિક્ષણના મહત્વ પર બોલતા ઋતા આહ્વાદે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની તુલના આતંકવાદી ઓસામા બિન લાદેન  સાથે કરી દીધી હતી. હવે તેઓ આ નિવેદન આપીને ફસાય ગયા છે અને તેના પર સ્પષ્ટતા કરવા માટે મજબૂર બન્યા છે. 

ઋતા આહ્વાદના આ નિવેદન પર ભાજપ પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ તેમને એવું કહીને ઘેરવાનો પ્રયાસ કર્યો કે, વિપક્ષી ગઢબંધનનો આતંકવાદીઓ પ્રત્યે હંમેશા સોફ્ટ કોર્નર રહ્યો છે. જીતેન્દ્ર આહ્વાદનું વિધાનસભા ક્ષેત્ર મુંબ્રા બહુમતી ક્ષેત્ર છે. અહીં 60%થી વધુ વસતી મુસ્લિમ સમુદાયની છે. 

આ જ ક્ષેત્રમાં મહિલા કાર્યકર્તાઓના એક કાર્યક્રમમાં બોલતા તેમની પત્ની ઋતા આહ્વાદે કહ્યું કે, તમે બધા ઓસામા બિન લાદેનની બાયોગ્રાફી વાંચો. તે જન્મજાત આતંકવાદી નહોતો. તે કેમ આતંકવાદી બન્યો? તે ગુસ્સામાં આતંકવાદી બની ગયો. સમાજે તેને આતંકવાદી બનાવ્યો. જેવી રીતે એપી જે અબ્દુલ કલામ અભ્યાસ કરીને 'કલામ સાહેબ' બની ગયા, એવી જ રીતે લાદેન આતંકવાદી બની ગયો. 

જોકે, હવે પોતાના નિવેદન પર વિવાદ વધતા ઋતા આહ્વાદે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે, 'હું વિદ્યાર્થીઓ અને મહિલાઓને શિક્ષણનું મહત્વ સમજાવવા ઈચ્છતી હતી. અને તેના માટે મેં બે અલગ-અલગ વ્યક્તિત્વના ઉદાહરણો આપ્યા, પરંતુ મારા નિવેદનને વિકૃત કરવામાં આવ્યું.' મારી સામે યુવાનો બેઠા હતા. મેં તેમને કહ્યું કે મોબાઈલ ફોન છોડીને અબ્દુલ કલામના પુસ્તકો વાંચો અને ઓસામા બિન લાદેન આતંકવાદી કેમ બન્યો તે પણ વાંચો. જ્યારે આપણે રામાયણ વાંચીએ છીએ ત્યારે રાવણ વિશે પણ વાંચીએ છીએ. આપણે આપણું જીવન કેવી રીતે બનાવવું છે તે આપણા હાથમાં છે. જો કે, મારું નિવેદન સંપૂર્ણ દર્શાવવામાં નથી આવ્યું. 

આ કાર્યક્રમમાં અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ ઉપસ્થિત હતી. 


Google NewsGoogle News