Get The App

વિજય દિવસ: જ્યારે ભારત પર હુમલો કરવા તૈયાર હતું અમેરિકા, રશિયાએ છેલ્લી ઘડીએ કરી હતી મદદ

Updated: Dec 16th, 2024


Google NewsGoogle News
વિજય દિવસ: જ્યારે ભારત પર હુમલો કરવા તૈયાર હતું અમેરિકા, રશિયાએ છેલ્લી ઘડીએ કરી હતી મદદ 1 - image


Indo pakistan war 1971: 1971ના યુદ્ધમાં ભારતને ઘેરવા અને તેના લશ્કરી છાવણીઓ પર હુમલો કરવા માટે અમેરિકાનું પરમાણુ સંચાલિત એરક્રાફ્ટ કેરિયર USS Enterprise બંગાળની ખાડી તરફ આવી રહ્યું હતું. અમેરિકા ઇચ્છતું હતું કે, પૂર્વ પાકિસ્તાન જે હવે બાંગ્લાદેશ બની ગયું છે, ભારતીય સેના ન પહોંચી શકે. 

એટલા માટે એરક્રાફ્ટ કેરિયર એન્ટરપ્રાઇઝને બંગાળની ખાડીમાં તહેનાત કરવાનો આદેશ આપીને રવાના કરવામાં આવી હતી. તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ નિક્સને ભારતીય છાવણી પર હુમલો કરવા માટે તેમની સેનાને ખુલ્લી છૂટ આપી હતી. એન્ટરપ્રાઇઝના કેપ્ટનને કોઈ ચોક્કસ સૂચના આપવામાં આવી ન હતી. તેને ભારતની લશ્કરી છાવણી પર હુમલો કરવાની સંપૂર્ણ આઝાદી આપવામાં આવી હતી. પરંતુ જ્યારે જરુર પડે ત્યારે. 

આ પણ વાંચો : ‘જે લોકો પથ્થમારો કરશે, તે હવે બચશે નહીં’ : સંભલ હિંસા મુદ્દે વિધાનસભામાં ભડક્યા યોગી આદિત્યનાથ

ત્યારે ભારતની મદદ માટે રશિયાએ એવી ચાલ રમી, કે અમેરિકાએ ભાગવું પડ્યું. રશિયાએ ભારતને કહ્યું કે, જુઓ અમેરિકા તમારી સાથે શું કરવા જઈ રહ્યું છે. ભારતે પણ જવાબમાં કહ્યું કે, અમારા સ્વયંસેવક ફાઇટર પાઈલોટ અમેરિકન એરક્રાફ્ટ કેરિયર એન્ટરપ્રાઇઝ પર આત્મઘાતી હુમલો કરવા માટે તૈયાર છે.

રશિયાના એક પગલાએ યુદ્ધનો રસ્તો બદલી નાખ્યો

ત્યારબાદ રશિયાએ ખતરનાક ચાલ રમી હતી. સોવિયેત નૌકાદળના વડા એડમિરલ ગોર્શકોવે તેની પરમાણુ સંચાલિત સબમરીનને પાણીની સપાટી પર લાવવા કહ્યું જેથી અમેરિકન સેટેલાઈટ તેનો ફોટોગ્રાફ લઈ શકે. રશિયાની સેના SSGN એટલે કે રશિયન નૌકાદળની ક્રૂઝ મિસાઇલોથી સજ્જ આ સબમરીનને બંગાળની ખાડી પાસે સમુદ્રમાં સપાટી પર લાવવામાં આવી હતી. રશિયા જે ઇચ્છતું હતું તે જ થયું. અમેરિકન સેટેલાઇટે આ તસવીર લીધી હતી.

આ પણ વાંચો : 'CM બન્યા બાદ તમે તો બદલાઈ ગયા' ઓમર અબ્દુલ્લાની EVM મુદ્દે સલાહ પર કોંગ્રેસ ભડકી

સેટેલાઇટમાં જોવા મળી રશિયન સબમરીન,અમેરિકા ચોંકી ગયું

સેટેલાઇટ પિક્ચરમાં અમેરિકાએ જોયું કે, તરત જ રશિયાની પરમાણુ સબમરીન બંગાળની ખાડી પાસે તહેનાત છે. ત્યારે તેના હોશ ઉડી ગયા. અમેરિકન નૌકાદળ ગભરાઈ ગયું. જો તેઓ ભારત પર હુમલો કરોત તો રશિયન સબમરીન તેમના કેરિયર્સને ડૂબાડી નાખત. અમેરિકા રશિયા સાથે યુદ્ધ ઇચ્છતું ન હતું. મજબૂરીમાં USS Enterpriseને નવી સૂચનાઓ આપવામાં આવી હતી. અમેરિકન વિમાને દિશા બદલી અને શ્રીલંકા ગયા. તે બંગાળની ખાડી સુધી પહોંચી શક્યું નહોતું. 


Google NewsGoogle News