VIDEO VIRAL: કાશી વિશ્વનાથ મંદિર બહાર રશિયન મહિલાએ કર્યો હોબાળો, થોડીવારમાં થઈ બેહોશ

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
VIDEO VIRAL: કાશી વિશ્વનાથ મંદિર બહાર રશિયન મહિલાએ કર્યો હોબાળો, થોડીવારમાં થઈ બેહોશ 1 - image


નવી મુંબઇ,તા. 20 ઓક્ટોબર 2023, શુક્રવાર 

વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં એક વિદેશી મહિલાએ હંગામો મચાવ્યો હતો. વિદેશી મહિલાએ આજે  મંદિરના આઈપી ગેટ પર હંગામો મચાવ્યો હતો.  હંગામાને કારણે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાશી વિશ્વનાથ મંદિર પરિસરની સુરક્ષા માટે તૈનાત પોલીસ કર્મચારીઓએ વિદેશી મહિલા પ્રવાસીને સમજાવી હતી. 

સુરક્ષાકર્મીઓની સમજાવટ બાદ હંગામો મચાવનાર વિદેશી મહિલા શાંત થઈ હતી. 

મળતી માહિતી પ્રમાણે વિદેશી મહિલા દારૂના નશામાં હતી. હંગામો મચાવતા વિદેશી મહિલા બેભાન થઈ ગઈ હતી. સુરક્ષાકર્મીઓએ વિદેશી મહિલાને કંટ્રોલ કરીને હોસ્પિટલ મોકલી હતી. હોસ્પિટલમાં દાખલ વિદેશી મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે. 

ACP દશસ્વમેધ અવધેશ પાંડેએ જણાવ્યું કે, કાશી વિશ્વનાથ મંદિરના ગેટ નંબર 4 પર એક 

વિદેશી મહિલા હંગામો મચાવી રહી હોવાની માહિતી મળી હતી. ભારતની મુલાકાતે આવેલી મહિલા રશિયાની નાગરિક છે. કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં તૈનાત સુરક્ષાકર્મીઓએ વિદેશી મહિલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

જમીન પર બેભાન થઈ જતાં વિદેશી મહિલાને કસ્ટડીમાં લઈ એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. મહિલાને ડિવિઝનલ હોસ્પિટલ કબીર ચૌરામાં દાખલ કરવામાં આવી હતી.


Google NewsGoogle News