Get The App

PM મોદીના પ્રવાસ વચ્ચે રશિયન સબમરીન પહોંચી ભારત, જાણો UFA વિશે જેનાથી અમેરિકા પણ ડરે છે!

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
PM મોદીના પ્રવાસ વચ્ચે રશિયન સબમરીન પહોંચી ભારત, જાણો UFA વિશે જેનાથી અમેરિકા પણ ડરે છે! 1 - image


Image Source: Twitter

Russian Submarine Ufa: રશિયન સબમરીન 'ઉફા' મંગળવારે રાત્રે કેરળના કોચી બંદર પર પહોંચી, જેનું ભારતીય નૌસેનાએ ઉત્સાહભેર સ્વાગત કર્યું. સંરક્ષણ જનસંપર્ક અધિકારીએ સ્વાગતની તસવીર શેર કરી છે. ભારતમાં રશિયન સબમરીનનું આગમન એવા સમયે થયું છે જ્યારે પીએમ મોદી 16માં બ્રિક્સ શિખર સંમેલન માટે રશિયાના બે દિવસીય પ્રવાસે ગયા છે. 

સાયલન્ટ કિલર છે ઉફા

ભારત પહોંચેલી ઉફા સબમરીનને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. સબમરીન ઉફા ઘોંઘાટ કર્યા વિના પાણીની અંદર પોતાના ઓપરેશનને અંજામ આપી શકે છે. આ ઘણા મામલે અમેરિકાની સૌથી શ્રેષ્ઠ સબમરીન કરતાં પણ સારી માનવામાં આવે છે. આને બ્લેકહોલ પણ કહેવામાં આવે છે. આ સબમરીનને લઈને રશિયન નૌસેનાના પ્રશાંત કાફલાની એક ટીમ કોચી બંદર પહોંચી છે. આ ટીમમાં ડિઝલ-ઈલેક્ટ્રિક સબમરીન ઉફા અને બચાવ ટગ અલાટાઉ પણ સામેલ છે.

આ પહેલી વખત નથી જ્યારે રશિયન જહાજ કોચી પહોંચ્યું છે. ઑગસ્ટમાં રશિયન પ્રશાંત કાફલાના મિસાઇલ ક્રૂઝર વૈરાગ અને ફ્રિગેટ માર્શલ શાપોશનિકોવ સહિત રશિયન યુદ્ધ જહાજ પોતાના લાંબા અંતરના મિશન માટે કોચીમાં પહોંચ્યા હતા. 

આ પણ વાંચો: ભારતના સમુદ્રમાં રશિયાનું બ્લેકહોલ પ્રવેશ્યું, સાયલન્ટ કિલરને જોતાં ચીન-પાકિસ્તાનના હોશ ઉડી ગયાં

રડાર પણ ફેલ થઈ જાય છે

ડિઝલ-ઈલેક્ટ્રિક સબમરીન ઉફાને રશિયાની સૌથી શક્તિશાળી સબમરીન માનવામાં આવે છે. આને નવેમ્બર 2019માં લોન્ચ કરવામાં આવી હતી અને 2022માં રશિયાએ આને પોતાની નૌસેનામાં સામેલ કરી લીધી હતી. આની રડાર પણ સરળતાથી જાણી શકાતી નથી. આને સૌથી શાંત સબમરીન પણ કહેવામાં આવે છે કેમ કે આ પાણીની અંદર પણ અવાજ કરતી નથી અને દુશ્મનને ઠાર કરી દે છે.

શા માટે ઉફા સબમરીન સૌથી ખાસ છે

ઉફાની ચાલી રહેલી યાત્રા પ્રશાંત કાફલાના વ્યાપક લાંબા ગાળાના મિશનનો ભાગ છે. જે આ વર્ષે 22 જાન્યુઆરીએ શરુ થયું હતું. આ સાથે આ સબમરીન 240 ફૂટની છે અને આ 20 સમુદ્રી માઇલ સુધીની યાત્રા કરી શકે છે. આ સબમરીન 45 દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે અને દુશ્મનનું કામ તમામ કરી શકે છે.


Google NewsGoogle News