Get The App

ભારતને ઝટકો આપવાના ચીન-પાકિસ્તાનના પ્લાન પર રશિયાએ પાણી ફેરવ્યું, 'મિત્રતા'નો આપ્યો પુરાવો

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
ભારતને ઝટકો આપવાના ચીન-પાકિસ્તાનના પ્લાન પર રશિયાએ પાણી ફેરવ્યું, 'મિત્રતા'નો આપ્યો પુરાવો 1 - image


Russia Wants To Inclusion Of India in Afghan Quad:  અફઘાન ક્વોડમાંથી ભારતને દૂર રાખવા મુદ્દે રશિયાએ વિરોધ કર્યો છે. રશિયાએ ભારતને પણ આ ક્વોડ ગ્રૂપમાં સામેલ કરવાની દરખાસ્ત કરી છે. આ સાથે ચીન અને પાકિસ્તાનની ભારતને આ ગ્રૂપમાંથી દૂર રાખવાની યોજના પર પાણી ફરી વળ્યું છે. પાડોશી દેશ પાકિસ્તાન અને ચીન સતત ભારતનો વિરોધ કરતાં રહ્યા છે, તેમજ પોતાની સાથે જોડાયેલી બાબતોમાં દખલગીરી ન કરવાના હેતુ સાથે વૈશ્વિક મંચ પર ભારતની અવગણના કરતુ રહે છે. પરંતુ રશિયાએ પોતાની શક્તિનો ઉપયોગ કરી આ ગ્રૂપમાં ભારતને સામેલ કરવાની માગ કરતાં બંને પાડોશી દેશની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

શું છે અફઘાન ક્વોડ ગ્રૂપ

'અફઘાન ક્વોડ' એ ક્વોન્ડ્રીપરટાઈટ ગ્રૂપ ઓન અફઘાનિસ્તાન તરીકે ઓળખાય છે. આ ગ્રૂપમાં રશિયા, ચીન, પાકિસ્તાન અને ઈરાન સામેલ છે. આ ગ્રૂપની કામગીરી અફઘાનિસ્તાન અને તેના તાલિબાન શાસન સંબંધિત સુરક્ષા, સામાજિક, આર્થિક અને રાજકીય મુદ્દાઓને સંબોધિત કરવાની છે. જે અફઘાનિસ્તાનના પડકારોને દૂર કરવામાં પણ મદદરૂપ બને છે. રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવે જણાવ્યું કે, અફઘાનિસ્તાનના પડકારોને સંબોધિત કરવામાં ભારતનું જોડાણ લાભદાયી સાબિત થશે. તેમજ તે પાકિસ્તાન અને ચીન સાથે ડીલ કરવામાં પણ મહત્ત્વનું પ્લેટફોર્મ પૂરુ પાડશે. ભારતનું અફઘાન ક્વોડમાં સભ્ય પદ યોગ્ય પગલું છે. શાંઘાઈ સહયોગ સંગઠનમાં સામેલ દેશો વચ્ચે મજબૂત વિશ્વાસ જળવાઈ રહે તે હેતુ સાથે અફઘાનિસ્તાનના મુદ્દાઓ ઉકેલવા માટે જે ગ્રૂપની રચના કરાઈ છે, તેમાં ભારતને સામેલ કરવુ જોઈએ. 

આ પણ વાંચોઃ 15 મહિના પછી યુદ્ધ અટકશે! ઈઝરાયલ-હમાસ કઈ શરતો પર સહમત થયા, બંધકોની મુક્તિ કેવી રીતે થશે?

ભારતને ઝટકો આપવાના ચીન-પાકિસ્તાનના પ્લાન પર રશિયાએ પાણી ફેરવ્યું, 'મિત્રતા'નો આપ્યો પુરાવો 2 - image

અફઘાનિસ્તાન સાથે કરી બેઠક

ભારતીય વિદેશ સચિવ અને અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રીએ હાલમાં જ દુબઈમાં બેઠક યોજી હતી. ત્યારબાદ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, અફઘાનિસ્તાનના મામલામાં ભારતની એન્ટ્રી થઈ શકે છે. તાલિબાન સરકારે ભારત મામલે નરમ વલણ અપનાવ્યું છે. બંને દેશ છેલ્લા થોડા સમયથી નજીક આવી રહ્યા છે. આ બેઠકમાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ અફઘાનિસ્તાનને વિશ્વાસ અપાવ્યો છે કે, તે શરણાર્થીઓની મદદ કરશે, જેને પાકિસ્તાનમાંથી પરત મોકલવામાં આવી રહ્યા છે. તેમજ અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી વિકાસ પરિયોજનાઓમાં યોગદાન આપશે.

પાકિસ્તાન-અફઘાનિસ્તાનના સંબંધોમાં તિરાડ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સંબંધોમાં સતત તિરાડો પડી રહી છે. હાલમાં પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઈક પણ કરી હતી. જ્યારે તાલિબાનોએ પાકિસ્તાનમાં ઘૂસી હુમલાઓ કર્યા હતા. બંને દેશો વચ્ચેની વણસેલી સ્થિતિ વચ્ચે ભારતના તાલિબાન સાથે સારા સંબંધો પાકિસ્તાન માટે આફત બની શકે છે. જેથી પાકિસ્તાન અફઘાન ક્વોડમાં ભારતને સામેલ ન કરવાની હિમાયત કરી રહ્યું છે. પરંતુ રશિયાના વીટો પાવરથી સ્થિતિ બદલાઈ શકે છે.

ભારતને ઝટકો આપવાના ચીન-પાકિસ્તાનના પ્લાન પર રશિયાએ પાણી ફેરવ્યું, 'મિત્રતા'નો આપ્યો પુરાવો 3 - image


Google NewsGoogle News