Get The App

યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીએ ઝેલેન્સ્કી સાથે ફોન પર કરી વાત, જાણો શું કહ્યું

ભારત-યુક્રેન ભાગીદારીને મજબૂત કરવા રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે સારી વાત થઈ : મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું, ભારત યુક્રેનને માનવતાવાદી સહાય આપવાનું ચાલુ રાખશે

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીએ ઝેલેન્સ્કી સાથે ફોન પર કરી વાત, જાણો શું કહ્યું 1 - image


PM Modi Spoke To Volodymyr Zelenskyy : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી સાથે આજે 20 માર્ચે વાત કરી અને શાંતિના તમામ પ્રયાસો અને રશિયા-યુક્રેન વચ્ચેના સંઘર્ષને વહેલીતકે સમાપ્ત કરવા માટે ભારતના સતત સમર્થનની વાત કરી. વડાપ્રધાને ફોન પર વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને એમ પણ કહ્યું કે, ભારત યુક્રેનને માનવતાવાદી સહાય આપવાનું ચાલુ રાખશે. આ અંગે વડાપ્રધાને એક્સ પર ટ્વિટ કરીને માહિતી આપી છે.

ભારત યુક્રેનને સહાય ચાલુ રાખશે

વડાપ્રધાન મોદીએ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે, ‘રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ભારત-યુક્રેન ભાગીદારી મજબૂત કરવા સારી વાત થઈ. શાંતિના તમામ પ્રયાસો અને ચાલી રહેલા સંઘર્ષને વહેલીતકે સમાપ્ત કરવા માટે ભારતના સતત સમર્થનથી પણ અવગત કર્યા. ભારત લોકહિતના દ્રષ્ટિકોણને ધ્યાને રાખી યુક્રેનને માનવતાવાદી સહાય આપવાનું ચાલુ રાખશે.’

રશિયાના રાષ્ટ્રપતિ સાથે પણ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ (Russia-Ukraine War) સમાપ્ત કરવા સતત પ્રયાસો કરી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ (Ukraine President Volodymyr Zelensky) સાથે વાત કર્યા પહેલા તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin) સાથે પણ વાત કરી હતી અને પાંચમા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, વાતચીત અને રાજદ્વારી જ રશિયા-યુક્રેન સંઘર્ષને ઉકેલવા માટેનો એકમાત્ર રસ્તો છે.

રશિયા-યુક્રેનના રાષ્ટ્રપતિ વાતચીત માટે સંમત

અધિકારીઓએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ રશિયા-યુક્રેન સંઘર્ષનો ઉકેલ લાવવા વાતચીત અને મુત્સદ્દીગીરીના પક્ષમાં ભારતના વલણને ફરી રજુ કર્યું છે. તેમના જણાવ્યા મુજબ બંને નેતાઓ સંપર્કમાં રહેવા બદલ તેમનો આભાર માનવાત ઉપરાંત સંમત પણ થયા છે. રશિયાના નેતા પુતિને તાજેતરમાં જ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણી (Election)માં ભારે મતોથી વિજય મેળવ્યો અને રશિયામાં પાંચમી વખત રાષ્ટ્રપતિ પદનો પદભાર સંભાળ્યો છે.


Google NewsGoogle News