વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામો અંગે રશિયા, તુર્કી, પાકિસ્તાન સહિત વિદેશી માધાતાઓએ શું કહ્યું ?
- લોકસભા-ચૂંટણી પૂર્વે ભાજપના આ વિજય ઉપર મહત્વના દેશોમાં પણ સઘન ચર્ચા શરૂ થઇ રહી છે
નવીદિલ્હી : પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓના પરિણામો આવી ગયા છે. તેમાં ત્રણ મહત્વના રાજ્યોમાં ભાજપે જબ્બર વિજય મેળવ્યો છે. ભાજપના આ વિજય અંગે રશિયા, તુર્કી અને પાકિસ્તાન સહિતના મહત્વના દેશોનાં મીડીયાની નજર ચોંટી હતી. વિદેશી મીડીયાનું માનવું છે કે, લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે ભાજપે મેળવેલો આ વિજય મહત્વનો છે.
રવિવારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાની વિધાનસભાઓની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે તેથી અહેવાલ સ્પષ્ટ થઇ ગયા છે કે દેશની નાડ ઉપર ભાજપની પકડ મજબૂત છે. તેમાંયે પહેલા ત્રણ રાજ્યો વધુ મહત્વના છે તેની વિદેશોના અખબારોમાં પણ ચર્ચા થઇ રહી છે. વિદેશી મીડીયા જણાવે છે કે, ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે મેળવેલી આ જીત મહત્વની છે તેની લોકસભાની ચૂંટણી ઉપર પણ અસર પડવાની જ છે.
આ ઉપરાંત વિદેશી મીડીયા કહે છે કે 'રામ-મંદિર'નું ઉદ્ઘાટન, વડાપ્રધાન મોદીનો આધાર વધુ મજબૂત બનાવશે.
અમેરિકાના અગ્રીમ અખબાર ન્યુયોર્ક ટાઇમ્સે લખ્યું છે કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન જીતી ભાજપે એક મહત્વના વિસ્તાર ઉપર પોતાનું પ્રભુત્વ મજબૂત બનાવ્યું છે. રાજકીય વિશ્લેષક આરવી જેરાશનો હવાલો આપતાં અમેરિકી અખબારે તેના રીપોર્ટમાં લખ્યું છે કે, વિધાનસભા ચૂંટણીનાં પરિણામો મુખ્ય વિપક્ષ કોંગ્રેસ માટે એક આઘાત સમાન છે. તો બીજી તરફ આ પરિણામોથી ૨૦૨૪માં ભાજપને ઘણો લાભ પણ થશે.
આ અહેવાલમાં રામ મંદિરનો ઉલ્લેખ કરતાં જણાવવામાં આવ્યું છે કે, રામ મંદિર થતાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી વધુ બળવત્તર સ્થિતિમાં આવી જશે. ગયા મહીને મોદીએ એક નષ્ટ થયેલી મસ્જિદની જગ્યાએ નવા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરી, મોદીએ પોતાનો આધાર વધુ મજબૂત બનાવ્યો છે.
ન્યુયોર્ક ટાઈમ્સે વધુમાં લખ્યું છે કે, પોતાને વિકાસની સાથોસાથ હિન્દુઓની રક્ષા કરનારા ચેમ્પીયન તરીકે તેવો આગળ આવી ગયા છે તેથી મતદાતાઓમાં ઘણા લોકપ્રિય બની રહ્યા છે.
રશિયાના સરકારી ટીવી નેટવર્ક આરટીએ ત્રણ રાજ્યોમાં ભાજપે મેળવેલા વિજયની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. આરટીના રીપોર્ટમાં લખ્યું છે કે, રવિવારે રાત્રે પ્રસિદ્ધ થયેલાં પરિણામ ઉપરથી જાણી શકાય છે કે ભારતનાં પાંચ રાજ્યો પૈકી ત્રણ રાજ્યો પૈકી મધ્યપ્રદેશમાં વિજય પ્રાપ્ત કર્યો છે જ્યારે બે મહત્વના રાજ્યો રાજસ્થાન અને છત્તીસગઢમાં તેને મુખ્ય વિપક્ષ કોંગ્રેસને બહાર કાઢી મુકી છે. દક્ષિણના રાજ્ય તેલંગાણામાં કોંગ્રેસ વિજેતા બની છે. ત્યાં ૨૦૧૪થી પ્રાદેશિક પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિનું શાસન હતું.
રશિયન અખબારે મોદીના સૂત્રો આત્મ નિર્ભર ભારત અને સબકા વિકાસનો વિજય થયો છે જ્યારે તુર્કીના સરકારી બ્રોડકાસ્ટર ટી.આર.ટી. વર્લ્ડે જણાવ્યું હતું કે, તે પરિણામો નહેરૂ-ગાંધી પરિવારના રાહુલ ગાંધી માટે એક આઘાતરૂપ છે.
અમેરિકા સ્થિત અખબાર બ્લુમબર્ગે લખ્યું છે કે, એ ચૂંટણીઓમાં વિપક્ષ વ્યાપક રીતે પરાજિત થયો છે, તે પરાજય વર્તમાન સત્તારુઢ પાર્ટી ્ને નરેન્દ્ર મોદી પ્રોત્સાહન કરશે.
પાકિસ્તાનનાં બ્રોડકાસ્ટર જીઓ ટીવીએ કહ્યું છે કે, લોકસભાની ચૂંટણી પહેલા છ મહીને મળેલો આ વિજય મોદી અને તેની પાર્ટી માટે મહત્વનો વિજય છે, પરંતુ દર વખતે વિધાનસભાની ચૂંટણીના પરિણામો લોકસભાની ચૂંટણીમાં અસર કરે જ તેવું બની શકે નહીં.