Get The App

દેશમાં ગરીબી ઘટી અને આવક વધી, મોંઘવારી પણ કાબૂમાં, એક રિપોર્ટમાં કરાયો દાવો

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
દેશમાં ગરીબી ઘટી અને આવક વધી, મોંઘવારી પણ કાબૂમાં, એક રિપોર્ટમાં કરાયો દાવો 1 - image


Poverty Rates Declined In India: ભારતનો ગરીબી રેશિયો છેલ્લા 12 વર્ષમાં 20 ટકાથી વધુ ઘટ્યો હોવાનો દાવો એસબીઆઇ રિસર્ચ રિપોર્ટમાં થયો છે. 2011-12માં દેશમાં ગરીબીનો દર 25.7 ટકા હતો, જે ઘટી નાણાકીય વર્ષ 2023-24માં 4.86 ટકા થયો છે. તદુપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં શહેરોની તુલનાએ ગરીબીનું પ્રમાણ સૌથી વધુ ઘટ્યું છે. 

એસબીઆઇ રિસર્ચ રિપોર્ટ અનુસાર, દેશમાં ગરીબી ઘટવા પાછળનું કારણ આવકમાં વધારો છે. આવક વધતાં લોકોની ખરીદી શક્તિ વધી છે. પરિણામે ઘણા લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે. 2021ની વસ્તી ગણતરી બાદ ગરીબીમાં ઘટાડાનું પ્રમાણ વધવાની શક્યતા છે. ગરીબી દર 4થી 4.5 ટકા આસપાસ રહી શકે છે. ગરીબીનું પ્રમાણ શહેરમાં 4.09 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 5 ટકાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચોઃ કેરળના મંદિરોમાં શર્ટ ઉતાર્યા પછી જ પુરુષોને પ્રવેશની પ્રથા બંધ કરવાની માંગ, જાણો કેમ શરૂ થઈ હતી આ પરંપરા

ગરીબીમાં ઘટાડાના કારણો

શહેરી વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રામીણ વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી વધતાં લોકો સરળતાથી અન્ય શહેર-ગામમાં રોજગારી મેળવતા થયા છે. ગ્રામીણ વિસ્તારમાં આવકમાં અસમાનતા ઘટી છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનાઓના કારણે ગરીબીમાં નોંધનીય ઘટાડો નોંધાયો છે. આ યોજનાઓના કારણે ખેડૂતોની આવક અને ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે. પરિણામે લોકોની ખરીદી શક્તિ વધી છે. આવકમાં પણ વૃદ્ધિ સાથે ઘણા લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે.

મોંઘવારી ઘટી

ઑક્ટોબરમાં મોંઘવારીમાં વધારો નોંધાયો બાદ નવેમ્બરમાં ફુગાવો 5.48 ટકા નોંધાયો હતો. જે આરબીઆઈના ટોલેરન્સ રેટ(4થી 6 ટકા)ની રેન્જમાં છે. આરબીઆઇએ ફુગાવો અને જીડીપીના આંકડાઓને ધ્યાનમાં રાખતાં ડિસેમ્બરમાં વ્યાજના દર જાળવી રાખ્યા હતા.

દેશમાં ગરીબી ઘટી અને આવક વધી, મોંઘવારી પણ કાબૂમાં, એક રિપોર્ટમાં કરાયો દાવો 2 - image


Google NewsGoogle News