Get The App

સમલૈંગિક સંબંધો બાદ પૈસાની કરતો માંગણી... 10 લોકોની હત્યા કરનારો સિરિયલ કિલર ઝડપાયો

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
સમલૈંગિક સંબંધો બાદ પૈસાની કરતો માંગણી... 10 લોકોની હત્યા કરનારો સિરિયલ કિલર ઝડપાયો 1 - image


Rupnagar Serial Killer : અત્યાર સુધી તમે સિરિયલ કિલરની સ્ટોરી માત્ર ફિલ્મમાં જ જોઈજ હશે. પરંતુ પંજાબમાંથી એક એવા સિરિયલ કિલરની સ્ટોરી સામે આવી છે જે સાંભળીને તમારા રૂવાંડા ઊભા થઈ જશે. પંજાબના રૂપનગરમાં પોલીસે એક એવા સિરિયલ કિલરની ધરપકડ કરી છે જેણે અત્યાર સુધીમાં 10 લોકોની હત્યા કરી નાખી છે. ચોંકાવનારી વાત એ છે કે, સિરિયલ કિલર પહેલા યુવાનોની તલા કરતો હતો અને ત્યારબાદ તે બળજબરી પૂર્વક તેમની સાથે સમલૈંગિક સંબંધો બનાવતો હતો. અને ત્યારબાદ તે યુવકો પાસે પૈસાની માગણી કરતો હતો. જ્યારે યુવકો પૈસા આપવાનો ઈનકાર કરી દે ત્યારે તે તેની હત્યા કરી નાખતો હતો. રૂપનગર પોલીસે એક અન્ય હત્યાના મામલે તપાસ કરતા આ ગુનેગારને 23મી ડિસેમ્બરે સોમવારના રોજ ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ગુનેગાર પર 10 લોકોની હત્યાનો આરોપ છે.

સમલૈંગિક સંબંધો બાદ પૈસાની કરતો માગણી

ધરપકડ બાદ સિરિયલ કિલરે અને રહસ્યો ખોલ્યા. તેણે જણાવ્યું કે, 'હું અલગ-અલગ જગ્યાએ ઓરેન્જ કલરના કપડા પહેરીને મહિલાઓની જેમ ઘૂંઘટ તાણીને લોકોને આકર્ષિત કરતો હતો. ત્યારબાદ ઘણા લોકો સાથે સબંધ બનાવતો હતો અને ત્યારબાદ પૈસાની માગણી કરતો હતો. જો કોઈ પૈસા આપવાનો ઈનકાર કરી દે તો તેની સાથે મારપીટ કરતો હતો અને ત્યારબાદ તેને મોતને ઘાટ ઉતારી દેતો હતો. મારી પાસે કોઈ હથિયાર નહોતું પરંતુ હું માત્ર કપડાંથી જ લોકોની હત્યા કરી નાખતો હતો. આ પછી હું તેના ચરણ સ્પર્શ કરીને માફી પણ માગતો હતો.'

11 ગુનાની કબૂલાત કરી

પોલીસ તપાસમાં અત્યાર સુધી સામે આવ્યું છે કે તમામ કેસોમાં એક કોમન વાત સામે આવી તે એ છે કે આરોપી નજીકમાં પડેલા પથ્થર કે લાકડીથી હુમલો કર્યા બાદ પોતાના ઓરેન્જ કલરના કપડા વડે ગળું દબાવીને હત્યા કરતો હતો. આરોપીનું નામ રામસ્વરૂપ છે. પોલીસ તપાસ દરમિયાન સિરિયલ કિલરે અત્યાર સુધીમાં 11 ગુના કર્યા હોવાની કબૂલાત કરી છે.

આ પણ વાંચો: 40નું લસણ 400 રૂપિયામાં મળે છે... રાહુલ ગાંધી મહિલાઓ સાથે શાકમાર્કેટ પહોંચ્યા, મોંઘવારી મુદ્દે સરકાર પર પ્રહાર

 ત્રણ જિલ્લામાં 10 હત્યા

પોલીસે જણાવ્યું કે, ત્રણ જિલ્લામાં 10 હત્યાઓ થઈ છે. સિરિયલ કિલરે પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લામાં ચાર હત્યા, હોશિયારપુરમાં બે હત્યા, સરહિંદ પટિયાલા રોડ પર એક હત્યા અને રોપર જિલ્લામાં ત્રણ હત્યા કર્યાની પણ કબૂલાત કરી છે. આ પૈકીની પાંચ ઘટનાઓને પોલીસ દ્વારા વેરીફાઈ પણ કરવામાં આવી છે. રોપર રૂપનગરના એસએસપી ગુલનીત સિંહ ખુરાનાએ જણાવ્યું હતું કે આ કિલરને પહેલા ટ્રેસ નહોતા કરી શક્યા. બાદમાં આ સિરિયલ કિલરને પકડવા માટે એક ટીમ બનાવવામાં આવી હતી. આ જ તપાસમાં આ સિરિયલ કિલર ઝડપાયો છે.


Google NewsGoogle News