Get The App

હવાઈ મુસાફરો માટે ખુશખબર, ફ્લાઈટ મોડી પડશે તો એરપોર્ટના ડિપાર્ચર ગેટથી બહાર જઈ શકશો

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
હવાઈ મુસાફરો માટે ખુશખબર, ફ્લાઈટ મોડી પડશે તો એરપોર્ટના ડિપાર્ચર ગેટથી બહાર જઈ શકશો 1 - image


Big Relief For Passengers : મોડી પડેલી ફ્લાઈટથી પરેશાન થનારા મુસાફરોના હિતમાં નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (BCAS)એ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. તેમાં જણાવ્યા મુજબ જો ફ્લાઈટ ટેક ઓફ થવામાં વિલંબ થશે તો મુસાફરો ફ્લાઈટની બહાર પણ નિકળી શકશે અને એરપોર્ટના ડિપાર્ચર ગેટની બહાર પણ જઈ શકશે.

મુસાફરોના હિતમાં નિયમોમાં ફેરફાર કરાયા

અગાઉ મુસાફરોએ બોર્ડિંગ મેળવ્યા બાદ ફ્લાઈટમાં જ બેસી રહેવું પડતું હતું, એટલું જ નહીં તેઓ એરપોર્ટના ડિપાર્ચર ગેટ બહાર પણ નિકળી શકતા ન હતા. જોકે હવે નવી માર્ગદર્શિકા જાહેર થયા બાદ તેમને આ મુસીબતમાંથી રાહત મળશે. તાજેતરમાં જ બોર્ડિંગ બાદ મુસાફરોએ વિમાન જ બેસી રહેવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યારે આ સમસ્યાને ધ્યાને લઈ નિયમોમાં ફેરફાર કરી મુસાફરોને મોટી રાહત આપવામાં આવી છે.

30 માર્ચે માર્ગદર્શિકા જાહેર કરાઈ

બીસીએએસના ડાયરેક્ટર જુલ્ફિકાર હસને કહ્યું કે, એરલાઈન્સ અને એરપોર્ટ ઓપરેટરોને 30મી માર્ચે આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. આ નિયમો હવે લાગુ થઈ ગયા છે અને મુસાફરોની પરેશાની પણ ઘટશે. તેમણે એમ પણ કહ્યું કે, મુસાફરોને પ્લેનમાંથી ઉતરવાની મંજૂરી એરલાઈન્સ અને સુરક્ષા એજન્સીઓ જ આપી શકશે.

નિયમો કેમ બદલવા પડ્યા?

આ વર્ષે જાન્યુઆરીમાં ઘણી ફ્લાઈટોમાં વિલંબ થવાના કિસ્સા સામે આવ્યા હતા. અગાઉ ગોવાથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં ઘણો વિલંબ થયો હતો, જેના કારણે ઘણા મુસાફરો ઈન્ડિગોના પ્લેનમાંથી નિકળી મુંબઈ એરપોર્ટના ટરમૈક પર જઈને બેસી ગયા હતા, તો કેટલાક એરપોર્ટ ટરમૈક પર જ બેસીને જમવા લાગ્યા હતા. આ ઘટના સામે આવ્યા બાદ બીસીએએસએ ઈન્ડિગો (IndiGo) અને એમઆઈએએલ (MIAL) સામે આકરી કાર્યવાહી કરી 1.80 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

નવી માર્ગદર્શિકામાં શું ફેરફારો કરાયા?

નવી માર્ગદર્શિકામાં ઘણા ફેરફારો કર્યા છે, જેમાં મુસાફરોની સારી સુવિધા આપવા માટે એરપોર્ટ પર સ્માર્ટ સિક્યોરિટી લેન્ચ લગાવવામાં આવશે. આ મહિને બેંગલુરુ એરપોર્ટ પર ફુલ બૉડી સ્કેનર શરૂ થઈ જશે. આ ઉપરાંત જે એરપોર્ટ પર વાર્ષિક પેસેન્જર ટ્રાફિક 50 લાખથી વધુ છે, ત્યાં પણ સ્કેનર લગાવાશે. બીસીએએસએ સાત એરલાઈન્સોને આદેશ આપ્યો છે કે, તેઓ ફ્લાઈટની લેન્ડિંગ થયા બાદ સમયસર લોકો સુધી બેગ પહોંચાડે.


Google NewsGoogle News