Get The App

JPCની બેઠકમાં હોબાળો, ગેરરીતિના આક્ષેપો કરી વિપક્ષી સાંસદોએ કર્યું વૉક આઉટ

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
JPCની બેઠકમાં હોબાળો, ગેરરીતિના આક્ષેપો કરી વિપક્ષી સાંસદોએ કર્યું વૉક આઉટ 1 - image


JPC Meeting : વકફ (સંશોધન) બિલ 2024 મામલે આજે સંયુક્ત સંસદીય સમિતિ બેઠકમાં ભારે હોબાળો થયો છે. અગાઉની બેઠકમાં TMC સાંસદ કલ્યાણ બેનરજીએ કાચની બૉટલ તોડી હતી, ત્યારે આ વખતે વિપક્ષી સાંસદોએ ફરી વિરોધ નોંધાવી ચાલુ બેઠકમાંથી બહાર જતા રહ્યા છે. સંસદ ભવનના પરિસરમાં યોજાયેલી બેઠક દરમિયાન વિપક્ષના અનેક સભ્યો બહાર જતા રહ્યા હતા. સાંસદોએ આક્ષેપ કર્યો છે કે, જે રજૂઆતના આધારે ચર્ચા કરવામાં આવી હતી તે નકલી છે.

આ પણ વાંચો : અજિત પવાર બનશે કિંગમેકર, ગમે ત્યારે પક્ષ બદલી શકે: NCP નેતાના નિવેદનથી મહારાષ્ટ્રમાં હડકંપ, ભાજપ ટેન્શનમાં

આખેઆખો રિપોર્ટ બદલી નાખ્યો, સાંસદોનો આક્ષેપ

વિપક્ષના સભ્યોએ દાવો કર્યો છે કે, દિલ્હી વકફ બોર્ડના વ્યવસ્થાપકે દિલ્હી સરકારને જાણ કર્યા વગર સમિતિ સમક્ષ રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનમાં ફેરફાર કર્યા છે. બેઠકમાં હોબાળા બાદ આમ આદમી પાર્ટીના સભ્ય સંજય સિંહ, દ્રમુક સાંસદ મોહમ્મદ અબ્દુલ્લા, કોંગ્રેસના નસીર હુસૈન અને મોહમ્મદ જાવેદ સહિત કેટલાક વિપક્ષી સભ્યો બેઠક છોડીને જતા રહ્યા છે. વિપક્ષી સભ્યોએ આક્ષેપ કર્યો છે કે, દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન(MCD)ના કમિશ્નર અને દિલ્હી વકફ બોર્ડના વ્યવસ્થાપક અશ્વિની કુમારે મુખ્યમંત્રીની મંજૂરી લીધા વગર વકફ બોર્ડના પ્રારંભિક રિપોર્ટમાં સંપૂર્ણ ફેરફાર કરી દીધા છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીના ગુસ્સા બાદ MVAમાં ખળભળાટ: પવાર-ઠાકરે ટેન્શનમાં, કોંગ્રેસ નેતાઓ ખુશ

આગામી બેઠક 29મી ઑક્ટોબરે

સમિતિની બેઠકમાં ભારે હોબાળો મચ્યા બાદ આગામી બેઠક 29મી ઑક્ટોબરે યોજવાનો નિર્ણય કરાયો છે. સમિતિએ વકફ સુધારા બિલ પર ચર્ચા કરવા માટે દિલ્હી વકફ બોર્ડ, હરિયાણા વકફ બોર્ડ, પંજાબ વકફ બોર્ડ, ઉત્તરાખંડ વકફ બોર્ડ, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશોના સમૂહ કૉલ ફોર જસ્ટિસ અને વકફ ટેનન્ટ વેલ્ફેર ઍસોસિયેશનને બોલાવ્યા હતા. આ બેઠકમાં તથ્યો મામલે ફરીએકવાર હોબાળો મચ્યો છે. જોકે તમામ સાંસદો વૉક આઉટ કર્યા બાદ થોડી જ વારમાં ફરી બેઠકમાં સામેલ થયા હતા.


Google NewsGoogle News