ફરી વિવાદમાં RG કર હોસ્પિટલ: યુવકના નિધન બાદ હોબાળો, પરિવારે કહ્યું-'ત્રણ કલાક સુધી લોહી નીકળ્યું પણ...'
Allegations On RG Kar Medical College and Hospital : કોલકાતામાં ટ્રેઈની મહિલા ડોક્ટરનું દુષ્કર્મ-હત્યા કેસ બાદ ચર્ચિત આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરી એક વખત બબાલ થઈ છે, ત્યારે હોસ્પિટલના ડોક્ટર પર એક યુવકની સારવારમાં મોડુ કરવાનો આરોપ લગાવવામાં આવ્યાં છે. વાત એમ છે કે, ગઈકાલે (06 સપ્ટેમ્બર) બપોરે હુગલી જિલ્લાના કોન્નરના 28 વર્ષના યુવક બિક્રમ ભટ્ટાચાજી ટ્રક અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન આરજી કાર મેડિકલ કોલેજમાં મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો : લખનઉમાં મોટી દુર્ઘટના: બિલ્ડિંગ ધરાશાયી થતાં એકનું મોત, કાટમાળમાં અનેક લોકો દબાયા હોવાની આશંકા
ઈમરજન્સીમાં ડોક્ટર હાજર ન હતા
યુવકના મોત બાદ ભારે બબાલ મચી હતી. તેવામાં મૃતકની માતાએ આરોપ લગાવ્યાં હતા કે, ઈમરજન્સી વખતે હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હોવાથી સારવારમાં વિલંબ થતા તેનું મોત થયું હતો. મળતી માહિતી પ્રમાણે સારવારમાં યુવકની સર્જરી કરવામાં ઘણો વિલંબ થયો હતો. આ ઉપરાંત, ત્યાં કોઈ ઈમરજન્સી માટે ડોક્ટર પણ હાજર ન હતા.
પરિવારે હોસ્પિટલ પર દાવો કર્યો
ગઈકાલે (06 સપ્ટેમ્બર) બપોરે લગભગ 12.40 વાગ્યે બિક્રમને અકસ્માત બાદ આરજી કર હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. બીજી તરફ, આરજી કર હોસ્પિટલના અધિકારીઓએ બિક્રમના પરિવારના દાવાનું ખંડન કર્યું હતું. જો કે, પરિવારે દાવો કર્યો હતો કે, 'વિક્રમને હોસ્પિટલ લાવતાની સાથે ટ્રોમા સેન્ટર લઈ ગયા હતા. આ દરમિયાન વિક્રમને માથા સહિત શરીરના કેટલાક ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હોવાથી સીટી સ્કેન કરવા માટે લઈ જવામાં આવ્યો હતો. આટલી વારમાં જ વિક્રમે પોતાનું મોત થયું હતું.'
આ પણ વાંચો : દેશભરમાં કેવી રીતે થઈ ગણેશોત્સવની શરૂઆત? બાળ ગંગાધર ટિળક અને સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે છે ખાસ કનેક્શન
લાપરવાહીના કારણે કોઈનું મૃત્યુ થાય એ દોષિત હત્યા સમાન
સમગ્ર ઘટનાને લઈને અભિષેક બેનર્જીએ કહ્યું કે, 'કોન્નરના એક યુવાકે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. યુવકને 3 કલાક સુધી કોઈ સારવાર વિના રહેવું પડ્યું અને આ દરમિયાન તેને લોહી વહેતું રહ્યું. આરજી કરની ઘટનાના જવાબમાં ડોકટરોના વિરોધનું આ પરિણામ છે. જુનિયર ડોકટરોની માંગણીઓ વાજબી અને કાયદેસર છે. હું તેમને આવશ્યક તબીબી સેવાઓ ખોરવાઈ ન જાય એ રીતે વિરોધ કરવા વિનંતી કરું છું. લાપરવાહીના કારણે કોઈનું મૃત્યુ થાય એ દોષિત હત્યા સમાન છે. જો વિરોધ ચાલુ રાખવો હોય, તો તે સહાનુભૂતિ અને માનવતા સાથે રચનાત્મક રીતે થવું જોઈએ. જ્યારે નિષ્ક્રિયતા કે ઉદાસીનતાના કારણે અન્ય કોઈના જીવનને જોખમમાં ન મુકાય તેની ખાતરી રાખવી જોઈએ.'