કોંગ્રેસ સાથે અમારી કોઈ ખેંચતાણ નથી: RSSએ કેમ રાહુલ ગાંધીને મળવા માટે આપ્યું આમંત્રણ?
Rss On Rahul Gandhi: ઉત્તર પ્રદેશના મથુરામાં RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકનું સમાપન થઈ ચૂક્યું છે. પરંતુ તેમાં અપાયેલા નિવેદનોથી રાજકારણ ગરમાયુ છે. આ બેઠકમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે હિન્દુ સમાજને એકજૂટ થવા અને સમાજના તમામ વર્ગો વચ્ચે જળ, મંદિર અને સ્મશાનનો ભેદભાવ દૂર કરતું અભિયાન છેડ્યું છે.
આ બેઠકના અંતિમ દિવસે RSSના અન્ય દિગ્ગજ નેતા દત્તાત્રેય હોસબલેએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અંગે નિવેદન આપતાં સવાલો ઉભા થયા છે.
અમારી કોંગ્રેસ સાથે કોઈ ખેંચતાણ નથી: RSS
હોસબલેએ રાહુલ ગાંધીને ટકોર કરી કે, ‘અમે અને અમારો સંઘ સમાજના તમામ વર્ગો સાથે એકજૂટ થઈને રહીએ છીએ. હું વર્ષ દરમિયાન વિવિધ પક્ષોને મળતો રહું છું. ઉલ્લેખનીય છે કે, લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દરમિયાન RSS અને ભાજપ પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા હતા.’
2024માં સાંસદ બન્યા બાદ તેમણે લોકસભામાં નિવેદન આપ્યું હતું કે, ‘ભાજપ અને RSS પૂર્ણ હિન્દુ સમાજ નથી. અમે નફરતના બજારમાં મોહબ્બતની દુકાન ખોલી રહ્યા છે.’ આ વાતનો જવાબ આપતાં દત્તાત્રેય હોસબલેએ આ નિવેદન આપ્યું છે.
આ પણ વાંચોઃ સરખી રીતે બાઈક ચલાવને...' સામાન્ય બાબતે 6 યુવા વચ્ચે ચપ્પા-છૂરી ઉછળ્યાં, બેનાં દર્દનાક મોત
રાહુલ ગાંધીથી મળવા માગે છે RSS
હોસબલેએ જણાવ્યું હતું કે ‘જ્યાં RSS નથી ત્યાં સમાજના લોકો ભેગા થાય છે, જે ભાઈચારો અને હિન્દુ સંસ્કૃતિ શીખવવાનું કામ કરે છે. સમાજમાં નફરતની કોઈ જરૂર નથી. તમે નફરતના બજારમાં મોહબ્બતની દુકાન ચલાવવા માંગો છો, પણ અમને મળવા નથી માંગતા. અમે તમને મળવા માગીએ છીએ.’
લોકસભા ચૂંટણી પહેલા ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે, વરૂણ ગાંધી કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. તે સમયે રાહુલ ગાંધીએ વરુણ ગાંધી વિશે કહ્યું હતું કે, ‘તેણે આરએસએસની વિચારધારા અપનાવી છે. મારૂં ગળું કપાઈ જશે, પણ હું આરએસએસની ઓફિસમાં નહીં જઉં.’