Get The App

RSSએ યોગીના 'બટેંગે તો કટેંગે' નિવેદનનું કર્યું સમર્થન, જાણો સરકાર્યવાહ હોસબલેએ શું કહ્યું

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
RSSએ યોગીના 'બટેંગે તો કટેંગે' નિવેદનનું કર્યું સમર્થન, જાણો સરકાર્યવાહ હોસબલેએ શું કહ્યું 1 - image


Image: Facebook

Dattatreya Hosabale Support to Yogi Adityanath: ઉત્તર પ્રદેશના મથુરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાર્ષિક બેઠક દરમિયાન આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના 'બટેંગે તો કટેંગે' વાળા નિવેદનનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે આપણે આને આચરણમાં લાવવું જોઈએ. આ હિંદુની એકતા અને લોક કલ્યાણ માટે જરૂરી છે.

મદદ માટે વિશ્વભરના હિંદુ ભારતની તરફ જુએ છે

દત્તાત્રેય હોસબોલેએ કહ્યું, 'ગયા વર્ષ કરતાં આ વખતે આરએસએસની બ્રાન્ચ વધી છે. સમગ્ર દેશમાં સંઘની 72354 બ્રાન્ચ ચાલી રહી છે. વર્તમાન સમયમાં એકતા જાળવી રાખવાની છે. ઘણા સ્થળે ધર્માંતરણ થઈ રહ્યું છે. ગણેશ પૂજા અને દુર્ગા પૂજાના સમયે હુમલા થયા. આ મામલે પોતાની રક્ષા પણ કરવી જોઈએ અને એકતા પણ જાળવી રાખવી જોઈએ જેનાથી શાંતિ જળવાઈ રહે. ઓટીટીને લઈને કાયદો અને નિયમ આવવા જોઈએ. બાંગ્લાદેશમાં હિંદુ સમાજના લોકો માટે ભારત સરકારે પગલા ઉઠાવ્યા છે. દુનિયામાં ક્યાંય પણ કોઈ પણ હિંદુને તકલીફ છે તો તે મદદ માટે ભારત તરફ જ જુએ છે.'

આ પણ વાંચો: મોદી સરકારના મંત્રી ગિરિરાજ સિંહ વિરુદ્ધ FIR દાખલ, જાણો શું છે મામલો

'બટેંગે તો કટેંગે' નું સમર્થન કર્યું

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના 'બટેંગે તો કટેંગે' ના નિવેદનના સવાલ પર તેમણે કહ્યું, 'આનો અર્થ છે કે એકતાની જરૂર છે અને આપણે તેને આચરણમાં લાવવાનું છે. લોકો આને સમજી રહ્યાં છે અને લાગુ કરી રહ્યાં છે. આ હિંદુ એકતા અને લોક કલ્યાણ માટે ખૂબ જરૂરી છે. હિંદુઓની એકતા તોડવા માટે લોકો કામ કરી રહ્યાં છે.'

આપણે બહેન-દિકરીઓને બચાવવી પડશે

દત્તાત્રેય હોસબોલેએ કહ્યું, 'લવ જેહાદથી સમાજમાં સમસ્યા થઈ રહી છે. યુવતીઓને લવ જેહાદ પ્રત્યે જાગૃત કરો. આપણા સમાજની બહેન-દિકરીઓને બચાવવા આપણું કામ છે. કેરળમાં 200 યુવતીઓને લવ જેહાદથી બચાવવામાં આવ્યા છે.'

આ પણ વાંચો: 'અહોભાગ્ય અમારા....', વિશેષ આમંત્રણ પર રાઘવ ચઢ્ઢા અને પરિણીતિના ઘરે પધાર્યા શંકરાચાર્ય, દંપતિએ કરી પૂજા

મથુરામાં આયોજિત થઈ RSS ની બેઠક

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાર્ષિક અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક આ વખતે મથુરા સ્થિત ગઉ ગ્રામ પરખમના દીનદયાળ ઉપાધ્યાય ગાય વિજ્ઞાન અને સંશોધન કેન્દ્રમાં આયોજિત થઈ. 25 અને 26 ઓક્ટોબરે બોલાવવામાં આવેલી આ બેઠકમાં સંઘના તમામ 46 પ્રાંતોના પ્રાંત અને સહ પ્રાંત સંઘચાલક, કાર્યવાહ તથા પ્રચારકોએ ભાગ લીધો.

આ બેઠક ખૂબ જરૂરી છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત મથુરામાં આ બેઠક માટે 10 દિવસના પ્રવાસ પર છે. થોડા દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની વચ્ચે ઉત્તર પ્રદેશના મથુરામાં લગભગ અઢી કલાક સુધી મહત્વની બેઠક થઈ હતી. 


Google NewsGoogle News