ત્રણ-ચાર બાળકો પેદા કરવાથી જ દેશ વિકસિત બનશે, વસતીને લઈને RSS કાર્યકરનું નિવેદન

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
RSS leader Satish Kumar
Image Twitter 

RSS Leader Satish Kumar's statement on Population: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ RSSના નિવેદનોને લઈને ઘણી ચર્ચાઓ જોવા મળી છે. અગાઉ મોહન ભાગવત અને ઈન્દ્રેશ કુમારના નિવેદનોએ પણ વિપક્ષને ભાજપ અને પીએમ મોદીને ઘેરવાનો મોકો મળ્યો હતો. તો હવે જયપુરથી સંઘના વરિષ્ઠ પ્રચારક અને સ્વદેશી જાગરણ મંચના સહ-આયોજક સતીશ કુમારે એવું નિવેદન આપ્યું છે જેનાથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે.

સતીશ કુમારે સ્વદેશી જાગરણ મંચના વર્કશોપને સંબોધતા કહ્યું કે, હવે બે નહીં પરંતુ 3-4 બાળકોની જરૂર છે. ત્યારે જ દેશ વિકસિત થઈ શકે છે. 2047ના વિકસિત ભારતમાં યુવાનોની સંખ્યા વધારે હોવી જોઈએ વૃદ્ધોની નહીં. આપણે 2047માં ગતિશીલ વસ્તી સાથે જવાનું છે. 

મોટો પરિવાર, સુખી પરિવાર 

સતીશ કુમારે કહ્યું કે,  પહેલા નાના પરિવારને સુખી પરિવાર કહેવામાં આવતું હતું, પરંતુ હવે આપણે મોટા પરિવારને સુખી પરિવાર કહીશુ. સતીશ કુમારે કહ્યું કે, હું આ વાત એમ જ નથી કહી રહ્યો. પરંતુ આર્થિક પ્રવૃત્તિઓ અને વસ્તીના રિપ્લેસમેન્ટ રેશિયોના આધારે કહી રહ્યો છું. હાલમાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ 2.1 છે, જ્યારે આપણું સ્ટાન્ડર્ડ 1.9 ટકા છે, જ્યારે તે 2.2 ટકા હોવું જોઈએ. હવે એવું હોવું જોઈએ કે, બે-ત્રણ બાળકો ઘર અને દેશ સંભાળે. પાંચ કે છ નહીં, પરંતુ બે કે ત્રણની જરુર છે, જોકે ચાર બાળકો હોવા જોઈએ.  ભારતની અર્થવ્યવસ્થા અને પારિવારિક સ્થિરતા માટે આ જરૂરી છે.  ત્રણ કે ચાર બાળકો હોય તો પણ એ મોટી વાત નથી, તેવા દૃષ્ટિકોણથી આગળ વધવું જોઈએ.

વૃદ્ધોનો નહીં, યુવાનોનો વિકસિત ભારત

સતીશ કુમારે દાવો કર્યો હતો કે, તેમણે વધુ બાળકો વિશેની વાત એમ જ નથી કરી, પરંતુ બે મોટા સંશોધન કર્યા પછી આ વાત કરી છે. સંશોધનમાં સામે આવ્યું છે કે, કેટલાક દેશોનો જીડીપી શું હતો અને વસ્તીમાં ઘટાડો થવાને કારણે જીડીપી નીચે આવી ગયો. એટલે વર્ષ 2047માં યુવા અને ગતિશીલ વસ્તીએ જવાનું નક્કી કર્યું છે. અમે 2047માં વૃદ્ધોનો દેશ બનવા માંગતા નથી.

સતીશ કુમારે કહ્યું કે, જો સમૃદ્ધ અને સર્વોચ્ચ અર્થવ્યવસ્થા હશે તો ભારતનો વિકાસ થશે. અત્યારે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આપણે 2025માં ચોથા અને પછી 2026 સુધીમાં ત્રીજા ક્રમે થઈ જશે. પરંતુ ત્રીજાથી બીજા અને બીજાથી પહેલા નંબરમાં જવા માટે સમય લાગશે. વર્ષ 2047માં ભારત વિશ્વની નંબર વન અર્થવ્યવસ્થા બની જશે. એક આર્થિક રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે, જો દેશના યુવાનો સંપૂર્ણ રીતે રોજગારી મેળવશે તો, અર્થવ્યવસ્થા 40 ટ્રિલિયન ડોલરની થઈ જશે.

રાજકીય પક્ષો નોકરીને રોજગાર ગણે છે

આ ઉપરાંત સતીશ કુમારે વધુ વાત કરતાં કહ્યું કે, રાજકીય પક્ષો નોકરીને રોજગાર માને છે, જ્યારે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા યુવાનોને સ્વદેશી રોજગાર મળવો જોઈએ. એટલે અમારો પ્રયાસ સ્ટાર્ટઅપ શરૂ કરવાનો છે. નોકરીઓ દસ ટકાથી પણ ઓછી છે, જ્યારે 90 ટકા યુવાનોને નોકરી મળતી નથી. રાજકીય પક્ષો અને સરકારો વાર્તાલાપ કરે છે, આ સમસ્યાને સમાધાન લાવવું જોઈએ. શિક્ષણને રોજગાર સાથે જોડવું જરૂરી છે.


Google NewsGoogle News